ગુજરાત કોંગ્રેસે નગરપાલિકાઓમાં બેફામ ભ્રષ્ટાચાર થયાના આરોપ કરી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિરેન બેન્કરે જણાવ્યું હતું કે “સબકા સાથ સબકા વિકાસ”સૂત્ર માત્ર કાગળ પર, ‘ભ્રષ્ટાચારનો સાથ ભાજપનો વિકાસ’નાં સુત્ર સાથે રાજ્યમાં બેફામ વધ્યો ભ્રષ્ટાચાર છે. અમરેલીમાં ભાજપમાં ભ્રષ્ટાચારને પગલે જૂથબંધી ચરમ સીમાએ થયો છે ચલાલા ન.પા.માં તમામ 24 માંથી 20 સભ્યો પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત કરવામાં આવી છે''.
''આ ભ્રષ્ટાચારઓ સામે ક્યારે કાર્યવાહી થશે?''
વધુમાં કહ્યું કે, ''લુણાવાડા નગરપાલિકામાં સ્વિમિંગ પુલના રૂ. 40.69 લાખના ચુકવણાને લઈને ભાજપના જ 11 સભ્યોએ પ્રમુખ કીર્તિ પટેલ વિરુદ્ધ ચીફ ઓફિસરને ભ્રષ્ટાચારની રજૂઆત કરી છે સ્ટ્રીટ લાઈટની ખરીદીમાં પણમોટાપાયે ભ્રષ્ટાચારની વિગતો સામે આવી છે. જેમાં 300 રૂપિયાની લાઈટની રૂ.29.78માં ખરીદી કરવામાં આવી છે. આવી જ રીતે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા દ્વારા ટ્યુબલાઈટ તેમજ કેબલ વાયર ખરીદીમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. ઉપલેટા નગરપાલિકામાં 20 લાખની ટ્યુબલાઈટ ખરીદી કરવા આવી જેમાં 800 રૂપિયાની ટ્યુબલાઈટ 1900માં ખરીદી કરી હતી. ગુજરાતની વિવિધ નગરપાલિકાઓમાં બેફામ ભ્રષ્ટાચાર થઇ રહ્યાની ફરિયાદો હવે ભાજપના જ ભાજપના કહેવાતા દેવદૂત કાર્યકર-આગેવાનો જ ભાજપના નગરપાલિકાઓમાં ચાલતા ભ્રષ્ટાચારને ખુલ્લા પડી રહ્યા છે ત્યારે ભાજપ કેમ મોંન ? આ ભ્રષ્ટાચારઓ સામે ક્યારે કાર્યવાહી થશે?''
''સૌરાષ્ટ્રની મોટાભાગની નગરપાલિકાની કંગાળ હાલત છે''
કોંગ્રેસે વધુમાં કહ્યું કે, ''સૌરાષ્ટ્રની મોટાભાગની નગરપાલિકાની કંગાળ હાલત છે નગરપાલિકાઓનાં વીજબિલ ભરવાના ફાંફા છે. સૌરાષ્ટ્ર કચ્છની કુલ 67 નગરપાલિકા અધધધ રૂ. 395 કરોડની રકમ બાકી હતી અને તેમનું વીજ કનેકશન સંપૂર્ણ કાપી શકતા નથી તેમ વીજ કંપનીનાં અધિકારી જણાવી રહ્યા છે. નગરપાલિકાની તિજોરીનાં ખાલી ખમ થઇ ગઈ છે. વીજ બીલ ભરવા માટે પણ નગરપાલિકાઓએ વ્યાજે રૂપિયા લેવા પડે તેવી સ્થિતિ આવી છે''.






