Home Gujarat Gujarat Congress Leader Rajesh Soni Arrested By Cyber Crime For Anti Post

કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીની CID કરી અટકાયત : તાકાત હોય તો અમને બધાને સરકાર જેલમાં નાંખે: શક્તિસિંહ ગોહિલ

કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીની CID કરી અટકાયત
Published by: OBS Bureau
Last Updated: Jun 06, 2025, 10:13 AM IST

ગુજરાત કોંગ્રેસના મહામંત્રીની સ્ટેટ સાયબર ક્રાઈમે અટકાયત કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીની સ્ટેટ સાયબર ક્રાઈમ દ્વારા અડધી રાત્રે અટકાયત કરવામાં આવી છે. આ સમગ્ર માહિતી કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે સોશયલ મીડિયામાં પોસ્ટ કરીને માહિતી આપી હતી.

CID ક્રાઇમ દ્વારા અટકાયત કરાઈ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોની CID ક્રાઇમ દ્વારા અટકાયત કરાઈ છે. CID ક્રાઇમ ગાંધીનગરની કચેરી દ્વારા અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ દ્વારા માહિતી આપવામાં આવી કે, BNS 152,353A સહિત ની કલમો CID ક્રાઇમ દ્વારા લગાવવામાં આવી છે.


શક્તિસિંહ ગોહિલે શું કહ્યું

આતંકવાદીને પકડવો હોય તે રીતે ચાર વાગે એક સામાજિક આગેવાન અને રાજકીય કાર્યકર્તા રાજેશભાઈ ટી. સોનીની સાઈબર ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમના દ્વારા મુકાયેલી પોસ્ટને જોઈએ તો એમાં સ્પષ્ટ વાત માત્ર એટલી જ છે કે આપણી બહાદુર સેનાના સૈનિકોને તેમણે બતાવેલી બહાદુરીનો શ્રેય મળવો જોઈએ અને જે પ્રજાની તિજોરીના પૈસા છે એ પબ્લિસિટીમાં વાપરવા જોઈએ નહીં. રાજકીય લાભ સિંદૂર ઓપરેશનના નામે લેવો જોઈએ નહીં. દેશના તમામ નાગરિકોના મનમાં આ વાત પડી છે કે જે બહાદુરીપૂર્ણ કામ આપણી સેના કરે છે તેનો શ્રેય સેનાને જ મળવો જોઈએ. જે રીતે સરકાર પબ્લિસિટી કરે છે તે જોતા સૈનિકોને શ્રેય મળશે નહીં તેની ચિંતા વ્યક્ત કરી છે.જો માત્ર સેનાની તરફેણ કરવાથી ગુનો બનતો હોય તો મારા સહિત તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓ સેનાની તરફેણમાં પોસ્ટ પણ મૂકશે અને અવાજ પણ ઉઠાવશે, તાકાત હોય તો અમને બધાને સરકાર જેલમાં નાંખે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now