Home Gujarat Gujarat Bjp Announces Names Of State Executive Members

ગુજરાત ભાજપના પ્રદેશ કારોબારી સભ્યોના નામની જાહેરાત : 26 વિશેષ આમંત્રિત સભ્યો, 38 પ્રદેશ કારોબારી સભ્યોનો સમાવેશ કરાયો, જુઓ લિસ્ટ

ગુજરાત ભાજપના પ્રદેશ કારોબારી સભ્યોના નામની જાહેરાત
Published by: OBS Bureau
Last Updated: Jan 19, 2026, 01:54 PM IST

ગુજરાત ભાજપ પ્રદેશ સંગઠન તરફથી પ્રદેશ કારોબારીની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ભાજપે પ્રદેશ કારોબારીમાં કુલ 79 સભ્યોને સ્થાન આપ્યું છે તેમજ 26 વિશેષ આમંત્રિત સભ્યોનો સમાવેશ કર્યો છે. પ્રદેશ કારોબારી સભ્યો અને પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્યોની સંગઠનાત્મક નિમણૂકોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

પ્રદેશ સંગઠન સંપૂર્ણ રીતે રચાઈ ગયું

ગુજરાત ભાજપની કુલ પ્રદેશ કારોબારીમાં 106 સભ્યોનો સમાવેશ થાય છે. જેમાંથી પ્રદેશ પ્રમુખ, મહામંત્રી સહિતના પ્રદેશ હોદ્દેદારોની જાહેરાત અગાઉથી કરી દેવામાં આવી હતી. હવે પ્રદેશ કારોબારીના બાકી રહેલા સભ્યોની સંગઠનાત્મક નિમણૂક પૂર્ણ કરવામાં આવી છે, જેથી પ્રદેશ સંગઠન સંપૂર્ણ રીતે રચાઈ ગયું છે.

કારોબારી સભ્યો તેમજ પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્યઓની નિમણૂક કરી

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તથા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ કારોબારીમાં કારોબારી સભ્યોના નામોની જાહેરાત કરી છે. આ સાથે તેમણે પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્યઓની પણ નિમણૂક કરી છે. પાર્ટીનું માનવું છે કે નવી રચાયેલી પ્રદેશ કારોબારી આગામી સમયમાં ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવાશે અને રાજ્યમાં પક્ષની રાજકીય પ્રવૃત્તિઓને નવી દિશા આપશે.

જુઓ લિસ્ટ

પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્યો

પ્રદેશ કારોબારી સભ્યો

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now