Home Gujarat Gujarat Baroda Accident Jhanvi Kapoor Reacts On Accident

વડોદરાની ઘટના પર જ્હાનવી કપૂર ભડકી : બોલિવૂડ સુધી દુર્ઘટનાના પડઘા

વડોદરાની ઘટના પર જ્હાનવી કપૂર ભડકી
Published by: OBS Bureau
Last Updated: Mar 17, 2025, 04:57 AM IST

વડોદરામાં કાર અકસ્માતના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ હિચકારી ઘટનામાં  23 વર્ષીય વિદ્યાર્થીએ કાર ચલાવતા એક મહિલાને ટક્કર મારી, જેના કારણે મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું, અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે,  જેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. નશામાં ધૂત યુવકે આ અકસ્માત સર્જ્યો હતો... અકસ્માત બાદ લોકોએ કારચાલકને ઝડપીને તેને મેથીપાક ચખાડ્યો હતો. અકસ્માત સર્જનાર રક્ષિત ચોરસિયાનો વીડિયો વાયરલ થયો છે.

આરોપીને જોઈ ગુસ્સે ભરાઈ જાન્હવી


આ વાયરલ વીડિયો બોલિવૂડ અભિનેત્રી જાન્હવી કપૂરે પણ જોયો, જે બાદ તેને ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરતા આક્રોશ ઠાલવ્યો છે. આ ખૂબ જ હ્રદય હચમચાવી દે તેવું અને ગુસ્સો આપનારું છે. લોકો આવું કરે છે, અને આગળ વધી જાય છે. આ કૃત્ય કેટલું ઝેરીલું છે. હવે આ મામલે બોલિવૂડ અભિનેત્રી જાન્હવી કપૂરનો પણ ગુસ્સો ફૂટ્યો છે.

પોલીસની ધરપકડમાં આરોપી

પોલીસે આરોપી રક્ષિતની ધરપકડ કરી છે. આ ઘટના હોળીની રાત્રે બની હતી જ્યારે રક્ષિત અને તેનો મિત્ર કાર ચલાવી રહ્યા હતા. કારચાલકે 5 લોકોને ટક્કર મારી,  જેમાં એક મહિલાનું મોત થયું અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.હવે પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરી રહી છે.  દુર્ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેને જોઈ લોકો ગુસ્સે ભરાયા છે અને આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now