ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાયને નવેમ્બર-૨૦૨૪ દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે, “સુરત ખાતે આવેલ એથોસ કેમિકલ્સ પ્રા.લિ. તથા અગ્રત કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટીકલ્સ તથા એસ.આર. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટીકલ્સના મુખ્ય ભાગીદાર સતિષકુમાર હરેશભાઇ સુતરીયા તથા તેઓના ભાગીદારો તથા મેક્સિકો તથા ગ્વાટેમાલાના કેટલાક ડ્રગ્સ માફિયાઓએ પ્રતિબંધિત સાયકોટ્રોપિક સબસ્ટન્સ ફેન્ટાનિલ બનાવવા માટેના પ્રીકર્સસ કે જે ઘણા બધા દેશોમાં પ્રતિબંધિત છે તે તથા અન્ય પ્રતિબંધિત સાયકોટ્રોપિક સબસ્ટન્સનો જથ્થો વિદેશોમાં ઘુસાડવાનું ગુનાહિત કાવતરુ રચી રહ્યા છે.
સદર જથ્થો એર કાર્ગો મારફતે મેક્સિકો તથા ગ્વાટેમાલા ખાતેની કંપનીઓને મોકલવામાં આવી રહેલ છે. અને ભારતમાં રહેલ કંપનીઓ પાસેથી ખોટા એન્ડ યુઝર સર્ટીફીકેટ તથા બોગસ ઇન્વોઇસો મારફતે મેળવવામાં આવે છે. ત્યારબાદ આ જથ્થાને મીસલેબલ તથા મીસડીક્લેર કરી કસ્ટમ ડીપાર્ટમેન્ટ તથા આંતરરાષ્ટ્રીય નાર્કોટેક્સ એજન્સીઓની નજરોથી છુપાવી મોકલવામાં આવી રહેલ છે.
સદર બાતમી હકીકત બાબતે ઉપરી અધિકારીઓને જાણ કરેલ અને પોલીસ અધિક્ષક એ.ટી.એસ. કે.સિદ્ધાર્થ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર વી.એન.વાઘેલા, પોસઇ આર.આર.રાઠોડ અને પોસઇ આર.સી.વઢવાણા તથા એટીએસ ટીમ દ્વારા બાતમી બાબતે કાર્યવાહી કરતા જાણવા મળ્યુ કે ઉપરોક્ત કંપનીનાં ભાગીદારો દ્વારા 1-Boc-4-piperidone (N-Boc-4-piperidone) અને 4-piperidone મટીરીયલ જેનો ઉપયોગ પ્રતિબંધીત ડ્રગ્સ ફેન્ટાનિલ બનાવવા માટે થતો હતો. United Nations નાં International Narcotics Control Board (INCB) દ્વારા Red List માં મુકવામાં આવેલ તથા ભારત સરકારના Central Bureau of Narcotics (CBN) દ્વારા International Special Surveillance List (ISSL) હેઠળ મુકવામાં આવેલ છે તેને અન્ય બોગસ એન્ડ યુઝર સર્ટીફીકેટો અને ઇન્વોઇસો બનાવી અને મીસ ડીક્લેરેશન કરી મેક્સિકો તથા ગ્વાટેમાલા ખાતેની કંપનીઓને એર કાર્ગો મારફતે મોકલી આપેલ છે.
આ ઉપરાંત અગ્રત કેમીકલ્સ એન્ડ ફાર્માશ્યુટીકલ્સ કંપની દ્વારા ગ્વાટેમાલા ખાતેના J&C Import કંપનીને 4-Anilino-N-phenethylpiperidine (ANPP) अने N-Phenethyl-4-piperidinone (NPP) જે બંન્ને સાયકોટોપીક્સ કંટ્રોલ્ડ સબસ્ટન્સ હોય અને આ બંન્ને કંટ્રોલ્ડ સબસ્ટન્સને તા.૨૭/૦૨/૨૦૧૮ થી ભારત સરકારે ગેઝેટમાં પ્રસિધ્ધ કરીને નાર્કોટીક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટોપીક્સ સબસ્ટન્સ એક્ટમાં સમાવેશ કરેલ છે તેને બોગસ નામ અને ઇનવોઇસથી ભારતમાં ખરીદી બોગસ બીલ બનાવી. મીસલેબલ તથા મીસડીકલેર કરી એક્ષપોર્ટ કરવાની તૈયારી કરેલ હતી. સદર J&C Import કંપની ત્યાંના કુખ્યાત Sinaloa Cartel સાથે સંકળાયેલ હોવાની સંભાવના છે.
ઉપરોક્ત હકીકતે સુરત ખાતે આવેલ એસ.આર. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટીકલ્સ તથા એથોસ કેમિકલ્સ પ્રા.લિ. તથા અગ્રત કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટીકલ્સના મુખ્ય ભાગીદાર સતિષકુમાર હરેશભાઇ સુતરીયા તથા એસ.આર. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટીકલ્સ તથા અગ્રત કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટીકલ્સના ભાગીદાર યુક્તાકુમારી આશિષકુમાર મોદી નાઓની તપાસ કરતા એવી હકીકત બહાર આવેલ છે કે આ બન્ને એકબીજાના મેળાપીપણામાં અને જાણકારી સાથે કસ્ટમ ડીપાર્ટમેન્ટ તથા આંતરરાષ્ટ્રીય નાર્કોટેક્સ એજન્સીઓની નજરોથી છુપાવી પ્રતિબંધિત સાયકોટ્રોપિક સબસ્ટન્સ ફેન્ટાનિલ બનાવવા માટેનું પ્રીકર્સર એર કાર્ગો મારફતે મોકલી રહેલ હતા.
આ ગુનાહીત કાર્ય તથા કાવતરા માટે તેઓએ પ્રીકર્સર કેમીકલ ખરીદવા માટે બોગસ એન્ડ યુઝર સર્ટીફીકેટો બનાવેલ છે તેમજ પ્રતિબંધિત સાયકોટ્રોપિક સબસ્ટન્સ ફેન્ટાનિલ બનાવવાના ચાવીરૂપ પ્રીકર્સરોના પાર્સલો ઉપર બોગસ લેબલો લગાવી તથા બોગસ ઇન્વોઇસો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરેલ છે. દા.ત. તેઓ દ્વારા 1-Boc-4-piperidone (N-Boc-4-piperidone) ને વિટામીન C તરીકે લેબલ તેમજ ઇનવોઇસ બનાવી એર કાર્ગો મારફતે મોકલી આપેલ છે.
દેશમાં પ્રતિબંધીત હોય તેવા સાયકોટોપીક્સ કંટ્રોલ્ડ સબસ્ટન્સ 4- Anilino-N- phenethylpiperidine (ANPP) અને N- Phenethyl-4-piperidinone (NPP) ने 1-Boc-4-piperidone ના નામે ઇનવોઇસ બનાવી ખરીદી એર કાર્ગો મારફતે મોકલવાની તૈયારી કરેલ હોય તેમ જણાતા તેમના વિરુધ્ધ એન.ડી.પી.એસ. એક્ટ કલમ ૨૮. ૨૯. ૩૦ તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૩૬(૨), ૩૪૦ (૨) તથા ૩૫૦(૧) મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
“કાલે ગાર્ડનમાં બહુ ચરબી કરતો હતો, આજે તો તને પતાવી દેવાનો છે”: આવું કહીને યુવકે પોલીસ કોન્સ્ટેબલને માર માર્યો, અમદાવાદની ઘટનાથી પોલીસ બેડામાં ખળભળાટ






