Home Gujarat Gujarat Ats Dri Raid In Ahmedabad D9d1446d 1077 4bb9 B91c 9333ae1cf4fb

ગુજરાત એટીએસ અને ડીઆરઆઈનું ઓપરેશન : 100 કરોડથી વધુનું સોનું અને 1.37 કરોડ રોકડા જપ્ત

ગુજરાત એટીએસ અને ડીઆરઆઈનું ઓપરેશન
Published by: OBS Bureau
Last Updated: Mar 18, 2025, 01:29 PM IST

ગુુજરાત એટીએસ અને ડીઆરઆઈની ટીમે અમદાવાદનાં પાલડી વિસ્તારમાંથી 87.920 કિલો સોનું, 19.663 કિલો ઝવેરાત, 11 લકઝરી ઘડિયાળ સહિત કુલ 100 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, સાથે જ રૂપિયા 1.37 કરોડ રોકડા જપ્ત કર્યા છે.

ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક એસ. એલ. ચૌધરીને તેમના વિશ્વાસુ બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે, અમદાવાદના પાલડી વિસ્તાર મહાલક્ષ્મી સોસાયટીમાં આવેલ આવિશ્વકાર એપાર્ટમેન્ટનાં - 3 નાં ફ્લેટ નંબર 104 માં મોટા પ્રમાણમાં વિદેશથી દાણચોરી કરેલ સોનાનો જથ્થો છુપાવવામાં આવ્યો છે.

ઉપરોક્ત માહિતી ગુજરાત એ.ટી.એસ.ના ઉચ્ચ અધિકારીઓ અને ડી.આર.આઇ.ની અમદાવાદ ઝોનલ યુનીટને સાથે શેર કરવામાં આવી. જે બાદ ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક એસ.એલ.ચૌધરી, પો.ઈન્સ. એન.આર.બ્રહ્મભટ્ટ. પો.ઇન્સ. એ.એસ.ચાવડા, પો.સ.ઈ. કે.બી.સોલંકી તથા કર્મચારીઓની ટીમ તથા ડી.આર.આઇ. અમદાવાદ ઝોનલ યુનીટની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતુ.  


તપાસમાં ખબર પડી કે આ ફ્લેટ મેઘ શાહે ભાડે લીધો છે, જે હાલ મુંબઈ રહે છે. એટલે તપાસ ટીમે તેમના સગા-સંબંધીને સાથે રાખી ફ્લેટની બારીકાઇથી ઝડતી લેતા તેમાંથી 87.920 કિલો Gold Bars, 19.663 કિલો ઝવેરાત અને ૧૧ મોંઘી ઘડીયાળો એમ કુલ મળી રૂ. 100 કરોડથી વધરેનો મુદ્દામાલ તથા રોકડા રૂ. 1,37,95,5૦૦/- મળી આવ્યા હતા.

તે અંગે ત્યાં હાજર ઉપરોક્ત મેઘકુમાર મહેન્દ્ર શાહના સગા-સંબંધીઓને પુછતા તેઓ કોઈ આધાર-પુરાવા રજુ કરી શક્યા ન હતા. ડી.આર.આઇ. અમદાવાદ ઝોનલ યુનીટ દ્વારા વિગતવારનું પંચનામું કરી આ તમામ મુદ્દામાલ કબ્જે કરી કસ્ટમ્સ એક્ટની કલમ 123 મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

પ્રાથમિક તપાસ દરમ્યાન કબ્જે કરવામાં આવેલ 87 કિલો Gold Bars પૈકી 52 કિલો Gold Bars ઉપર ફોરેન માર્ક મળી આવેલ છે જે સીધી રીતે વિદેશથી દાણચોરી દ્વારા મેળવ્યુ હોય એમ દર્શાવે છે. મેઘ શાહ શેર ટ્રેડીંગ બીઝ્નેસ સાથે સાંકળાયેલ છે અને હાલ મુંબઈ રહે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now