Home Gujarat Gujarat 19 Medical Colleges Fees Increased

ગુજરાતની મેડિકલ કોલેજોમાંથી ડોક્ટર બનવું થયું વધુ મોંઘુ! : 8થી 12 ટકા સુધીનો ફી વધારો, સરકારી ક્વોટામાં 8.30 લાખથી સીધા...'

ગુજરાતની મેડિકલ કોલેજોમાંથી ડોક્ટર બનવું થયું વધુ મોંઘુ!
Published by: OBS Bureau
Last Updated: Jun 02, 2025, 01:44 PM IST

ગુજરાતમાં મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ડોક્ટર બનવું સપનું થઈ જશે કહીશું તો પણ અતિશયોક્તિ નહી કહેવાય. કારણ કે, રાજ્યની 19 જેટલી મેડિકલ કોલેજોની ફી વધારાની માંગણીને મંજૂર કરાઈ છે. અત્રે જણાવીએ કે,સેલ્ફ ફાઈનાન્સ કોલેજની ફીમાં 8 થી 12 ટકા જટલો ફી વધારો ઝીંકાયો છે.
સરકારી ક્વોટામાં 8.30 લાખથી 11.20 લાખ...!

આપને જણાવીએ દઈએ કે, ચાલુ વર્ષે સરકારી ક્વોટામાં 8.30 લાખથી 11.20 લાખ અને મેનેજમેન્ટ ક્વોટામાં 18.19 લાખથી 25.76 લાખ ફી વધારો જાહેર કરાયો છે. ઉલ્લેખનીય છે કે, FRCએ મેડિકલ કોલેજોને મોંઘવારીને ધ્યાને રાખી આ ફી વધારાની મંજૂરી આપી હોવાની વાત કરી છે. વિગતો મુજબ સૌથી વધુ ફી વધારો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજની મેનેજમેન્ટ ક્વોટાની ફી છે. જે નમો કોલેજની ફી એક વર્ષની 23 લાખથી 25.76 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.
19 મેડિકલ કોલેજોને ફી વધારાની મંજૂરી

જો કે, સરકારી ક્વોટાની કોલેજોની વાત કરીએ તો બે કોલેજોની ફી 8.30 લાખથી વધીને 11.20 લાખ રૂપિયા થઈ છે. રાજ્યમાં વર્તમાનમાં માત્ર છ જેટલી જ સંપૂર્ણ સરકારી મેડિકલ કોલેજ છે તો 13 અર્ધસરકારી છે. જ્યારે 20 સંપૂર્ણ ખાનગી કોલેજ છે, તો એક કોલેજ કેન્દ્ર સરકાર હસ્તકની છે. ત્યારે આ તમામ 20 કોલેજો પૈકી 19 કોલેજોમાં ધરખમ ફી વધારાને મંજૂરી આપવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now