ગુજરાત રાજ્યમાં દિવસને દિવસે ટ્રાફિક સંબધિત સમસ્યામાં વધારે જોવા મળી રહ્યી છે. રાજ્યના કોઈપણ શહેરમાં ટ્રાફિક સમસ્યા સામાન્ય બની ગઈ છે. આ સમસ્યાના નિવારણ માટે આજે વડોદરામાં ગુજરાત પોલીસ અને નેશનલ ઈન્ફોર્મેટીક સેન્ટર (NIC) દ્વારા સંયુક્ત રીતે એક દિવસનો ટ્રાફિક સંબધિત વિવિધ મુદ્દાને લઈ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટ્રાફિક નિવારણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું
આ વર્કશોપમાં હાજર પોલીસ અધિકારીઓને ટ્રાફિક નિવારણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં iRAD તથા eDAR એપ્લિકેશન, MACT કોર્ટ, માર્ગ અકસ્માત લગત ફોર્મ FAR, IAR, DAR, Compensation to victims of hit and run motor accidents scheme -2022 તથા ભારત સરકારની "રાહ વીર" યોજના વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
શું છે રાહ વીર યોજના
માર્ગ અકસ્માતના ભોગ બનેલા લોકોને હોસ્પિટલમાં લઈ જનારા વ્યક્તિને પુરસ્કાર આપવા માટે રાહ-વીર' યોજના ચાલુ કરવામાં આવી છે.આ યોજના હેઠળ એક વ્યક્તિ વર્ષમાં વધુમાં વધુ પાંચ વખત આ પુરપસ્કાર મેળવી શકે છે.આ ઉપરાંત 10 શ્રેષ્ઠ રાહ-વીરને 1 લાખ રૂપિયા રોકડ, ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.






