Home Tech/Gadgets Gta Launch Date Confirmed By Rockstar Games Grand Theft Auto Aspected Price And More Details

ગેમ લવર્સ માટે સારા સમચાાર : GTA 6 અંગે કેટલીક માહિતી આવી સામે

ગેમ લવર્સ માટે સારા સમચાાર
Published by: OBS Bureau
Last Updated: Mar 09, 2025, 07:02 AM IST

નાનપણમાં મોટા ભાગે આપણે સૌએ GTAની ગેમ્સ કોમ્પ્યુટર અને ગેમ સ્ટેશન પર રમી જ હોય છે. તેવામાં હવે GTA 6 અંગે અહેવાલો આવી રહ્યાં છે અને તેને લઈને હવે અનેક અટકળો તેજ થઈ છે.  લીક મુજબ, GTA 6માં ઓપન-વર્લ્ડ રિયાલિઝમને એક નવા સ્તર પર લઈ જવામાં આશે. આ વખતે ગેમમાં બે મુખ્ય પાત્રો હશે-જેસન અને લુસિયા, જે પ્રખ્યાત ગુનાહિત જોડી બોની અને ક્લાઇડથી પ્રેરિત હશે. આ ગેમ સ્માર્ટ AI, વધુ રિયાલિસ્ટિક ફિઝિક્સ અને અપગ્રેડ ગ્રાફિક્સ સાથે જોવા મળશે.

અહેવાલો અનુસાર, GTA 6ની કિંમત તેના અગાઉના વર્ઝન કરતા વધારે હોઈ શકે છે. સ્ટાન્ડર્ડ એડિશનની કિંમત લગભગ 5,999 રૂપિયા, સ્પેશિયલ એડિશનની કિંમત લગભગ 7,299 રૂપિયા હશે અને વૈશ્વિક બજારમાં તેની કિંમત 100 ડોલર (લગભગ 9,000 રૂપિયા) હોઈ શકે છે. ચાહકો GTA 6ના બીજા ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટૂંક સમયમાં મોટી જાહેરાત થવાની શક્યતા છે. 


આ રમતમાં ઘણા બધા મિશન, સાઇડ પ્રવૃત્તિઓ અને સંશોધન વિકલ્પો હશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now