Home Gujarat Greedy Neighbor R A Minor In Thangadh

થાનગઢમાં હવસખોર પડોશીએ સગીરા પર આચર્યું દુષ્કર્મ : સગીરા પર 4 મહિનાથી દુષ્કર્મ, સગીરાને હોસ્પિટલ ખસેડાઈ

થાનગઢમાં હવસખોર પડોશીએ સગીરા પર આચર્યું દુષ્કર્મ
Published by: OBS Bureau
Last Updated: Feb 07, 2026, 09:22 AM IST

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના એક ગામમાં સગીરા સાથે દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. પાડોશમાં રહેતા એક યુવકે સગીરાને ધમકીઓ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં સામે આવ્યું છે. આ ઘટનાના કારણે સગીરા ચાર મહિનાની ગર્ભવતી બની જતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સગીરાના ભાઈને મારી નાખવાની ધમકી આપી હતી

ફરિયાદ મુજબ, સગીરાની માતા ઘર પર હાજર ન હોય ત્યારે આરોપી યુવક કમ્પાઉન્ડ વોલની દિવાલ કૂદી ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કરતો હતો અને સગીરા પર દુષ્કર્મ આચરતો હતો. આરોપીએ સગીરાના ભાઈને મારી નાખવાની ધમકી આપી ચાર મહિનાથી આ રીતે સગીરાને ભયમાં રાખી દુષ્કર્મ આચર્યું હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.

સગીરાને હોસ્પિટલ ખસેડવામાં આવી

જ્યારે સગીરાને ચાર મહિનાનો ગર્ભ હોવાની જાણ થઈ, ત્યારબાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો અને પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી. ફરિયાદ નોંધાતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સગીરાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે અને સગીરાની સુરક્ષા તેમજ કડક કાર્યવાહી અંગે ફરી ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
વડોદરાના નાગરવાડામાં હાઈવોલ્ટેજ ડ્રામા
SOU પ્રવાસીઓ માટે ખુશખબર
વડોદરામાં ગેસ કાળાબજારનો ભંડાફોડ
સતાધાર ધામમાં આત્મનિર્ભરતાની અનોખી મિસાલ
સુરતવાસીઓને જલસો!