Home Gujarat Gram Panchayat Election Result Updates

Gram Panchayat Election Result : ગુજરાતની 4564 ગ્રામપંચાયતની ચૂંટણીનાં પરિણામ, જાણો કયા વિસ્તારમાં ઉપર રહ્યો કોનો હાથ

Gram Panchayat Election Result
Published by: OBS Bureau
Last Updated: Jun 25, 2025, 06:00 AM IST

Gram Panchayat Election Result: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પણ ખાસ મહત્ત્વ હોય છે. કારણકે, ગ્રામીણ ક્ષેત્રમાં સરપંચ જ મુખ્ય સંચાલક હોય છે. રાજ્યના 18 હજાર કરતા વધારા ગામડાંઓનું પ્રાથમિક સંચાલન આજે પણ સરપંચો જ કરે છે. ત્યારે હાલમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના પરિણામ આજે જાહેર થઈ રહ્યાં છે. ગુજરાતની 4564 ગ્રામપંચાયતની ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ રહ્યાં છે. પરિણામ જાહેર થતાં ની જ કહીં ખુશી કહીં ગમનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના પરિણામો જાહેર થતાં જ ક્યાંક ઢોલ-નગારા તો ક્યાંક ડીજી સાથે જીતની ઉજવણી કરવામાં આવી. વેજામાં મોટા ભાઈએ સરપંચ નાના ભાઈને હરાવ્યો હોવાની રાજકીય ઘટના સામે આવી છે. તો રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી ગ્રામ પંચાયતમાં ઉજવણીના મદ માં આવીને વિજેતાએ નોટો ઉડાવી હોવાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

ગુજરાતની ગ્રામ પંચાયતો માટે 22 જૂને યોજાયેલી ચૂંટણીઓનું આજે પરિણામ છે. સવારથી 9 વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ છે. કુલ 239 સ્થળોએ 1080 હોલમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. જેમાં 2771 ટેબલનો ઉપયોગ કરાઈ રહ્યો છે. મતગણતરી પ્રક્રિયા માટે 13,444 કર્મચારીઓ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે 14,231 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, 3,431 વર્ગ-4 ના કર્મચારીઓ પણ ફરજ પર હાજર છે.

ગુજરાતની ખાલી પડેલી 8326 ગ્રામપંચાયતોમાંથી 4564માં જ ચૂંટણીઓ કેમ થઈ એ મુદ્દો પણ સમજવા જેવો છે. મહત્ત્વનું છેકે, ગુજરાતમાં કુલ 8326 ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાવાની હતી. જેમાંથી 4564 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને 3524 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી થઈ હતી. સામાન્ય હેઠળની ચૂંટણી હેઠળની 4564માંથી 751 ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી. ત્યારબાદની 3541માંથી 272 ગ્રામ પંચાયતોમાં બેઠકો બિનહરીફ થવાના કારણે અથવા ઉમેદવારી ન નોંધાવાના બેઠકો ખાલી રહેવાથી ચૂંટણી થઇ નથી.

બીજી તરફ પેટા ચૂંટણી હેઠળની કુલ 3524 ગ્રામ પંચાયતો પૈકી બેઠકો બિનહરિફ થવાના કારણે અથવા ઉમેદવારી ન નોંધાવાના કારણે બેઠક ખાલી રહેલ હોય તેવી કુલ 3171 ગ્રામ પંચાયતો બાદ કરતાં 353 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ રહી છે.જ્યારે કડી અને વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી હોવાથી કડી અને જોટાણા તાલુકાની ગ્રામ પંચાયતો, તેમજ વિસાવદર વિધાનસભાના ભેંસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય તથા બગસરા તાલુકાઓમાં આવતી 2 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ મોફૂક કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now