logo-img
Got A Message From The Post Office Be Careful Your Account Will Be Empty In One Click

પોસ્ટ ઓફિસમાંથી મેસેજ મળ્યો? : સાવધાન, એક ક્લિકમાં ખાતું થઈ જશે ખાલી!

પોસ્ટ ઓફિસમાંથી મેસેજ મળ્યો?
Published by: Offbeat Team
| Last Updated: Feb 20, 2026, 11:38 AM IST

Post Office : આજના ડિજિટલ યુગમાં જેમ ટેકનોલોજીનો વ્યાપ વધ્યો છે, તેમ સાયબર ગુનાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. સરકાર ભલે ગમે તેટલા કડક નિયમો લાવે, પણ ઠગ લોકો નવા-નવા રસ્તાઓ શોધીને સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યા છે. હાલમાં જ 'ઇન્ડિયા પોસ્ટ' એટલે કે પોસ્ટ ઓફિસના નામે મોકલવામાં આવતા ફેક મેસેજ લોકોની ચિંતામાં વધારો કરી રહ્યા છે. આ મેસેજ દ્વારા લોકોના બેંક ખાતા ખાલી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.

છેતરપિંડીની નવી રીત

ઠગ લોકો પોતાને ઇન્ડિયા પોસ્ટના કર્મચારી ગણાવીને લોકોને એક મેસેજ મોકલે છે. જેમાં લખ્યું હોય છે કે, "તમારું પાર્સલ વેરહાઉસમાં પહોંચી ગયું છે, પરંતુ સરનામું અધૂરું હોવાથી ડિલિવરી થઈ શકી નથી." આ સાથે જ તેમાં એક લિંક આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે, 48 કલાકમાં સરનામું અપડેટ કરો, નહીં તો પાર્સલ પરત કરી દેવામાં આવશે.

એક લિંક અને ખાતું સાફ

આ આખી પ્રક્રિયા જ એક મોટું કૌભાંડ છે. જેવી કોઈ વ્યક્તિ ઉતાવળમાં કે ડરના કારણે તે લિંક પર ક્લિક કરે છે, તેવી જ તેની અંગત માહિતી ચોરી થઈ જાય છે. ઘણીવાર આ લિંક દ્વારા ફોન હેક કરીને અથવા ઓનલાઈન ફોર્મમાં બેંકની વિગતો ભરાવીને ખાતામાંથી થોડીક જ મિનિટોમાં પૈસા ગાયબ કરી દેવામાં આવે છે.

PIB ફેક્ટ ચેકની ચેતવણી

સરકારની ફેક્ટ-ચેકિંગ એજન્સી, PIB ફેક્ટ ચેકે આ બાબતે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું છે કે, ઇન્ડિયા પોસ્ટ ક્યારેય પણ કોઈ લિંક મોકલીને સરનામું અપડેટ કરવાનું કહેતું નથી. આવા તમામ મેસેજ નકલી છે અને માત્ર લોકોને છેતરવાના હેતુથી જ મોકલવામાં આવે છે. તેથી, કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરતાં પહેલા વિચારવું જોઈએ.

સાચા મેસેજને કેવી રીતે ઓળખશો?

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) એ હવે ફેક મેસેજ રોકવા માટે નિયમો કડક કર્યા છે. હવે બેંક કે સરકારી વિભાગમાંથી આવતા મેસેજમાં ચોક્કસ ઓળખ ચિહ્નો અને હેડર હોય છે. જો તમને કોઈ અજાણ્યા પર્સનલ નંબર પરથી અથવા શંકાસ્પદ લિંક વાળો મેસેજ આવે, તો તેને તરત જ બ્લોક કરી દેવો અને શંકાસ્પદ માનવો.

બચવા માટે શું કરવું?

  • તમારી સુરક્ષા તમારા હાથમાં છે. સાયબર ફ્રોડથી બચવા માટે નીચેની બાબતોનું ધ્યાન રાખો:

  • કોઈપણ અજાણ્યા SMS કે WhatsApp લિંક પર ક્લિક ન કરો.

  • અજાણ્યા નંબર પરથી આવતા કોલ પર તમારી બેંક વિગતો કે OTP શેર ન કરો.

  • જો તમારી સાથે છેતરપિંડી થાય, તો તરત જ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરો અથવા સત્તાવાર વેબસાઇટ પર ફરિયાદ નોંધાવો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now