31 મેના દિવસે વિસાવદર વિધાનસભા બેઠક પર થઈ રહેલી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલીયા તેમનું ઉમેદવારી પત્ર રજૂ કરશે. પહેલી વખત કોઈ વિધાનસભા બેઠકમાં પાર્ટીના ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા કોઈ ઉમેદવારના સમર્થનમાં સમગ્ર રાષ્ટ્રીય કાર્યકારણી હાજર રહેશે. તેને લઈ આજે દિવ એરપોર્ટ ખાતે આપના રાષ્ટ્રીય નેતાઓ આવી પહોંચ્યા હતા.
આપના રાષ્ટ્રીયનેતામાં આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ,પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન,દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન વિપક્ષના નેતા આતિશી મોરેલ આવ્યા હતા. આ ઉપરાંત આપ ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય હેમંત ખવા,પ્રવીણ રામ,રાજુભાઈ કરપડા સહિતના સ્થાનિક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






