વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજયી બનેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સુરત પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ગોપાલ ઇટાલિયાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. સૌ પ્રથમ કામરેજ પહોંચેલા ગોપાલ ઈટાલિયાને કાર્યકર્તાઓએ ખભે ઊંચકીને આવકાર્યા હતા.
ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ગોપાલ ઇટાલિયા સુરત પહોંચ્યા, જ્યાં કામરેજ બાદ શ્યામ મંદિર પાસે સિંહ સર્કલ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સરથાણા કોમ્યુનિટી હોલમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. વરાછા અને વેડરોડથી મોટા વરાછા સુધી તેમની યાત્રા નિર્ધારિત છે. માનગઢ ચોકમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.
જૂનાગઢમાં ગોપાલ ઈટાલિયા ભાજપ પર મોટા આક્ષેપ કરતા કહ્યું મારી જીત પાછળ ભાજપના પણ કેટલાક લોકોનો સહકાર મળ્યો હતો. ઈટાલિયાના આ ઘટસ્ફોટ નિવેદનથી ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. તેમણે સીઆર પાટીલને
ચેલેન્જ આપતા કહ્યું કે, તોડફોડની દુકાન બંધ કરો. એકવખત રાજીનામું અપાવી બોટાદની ચૂંટણી લડી જુઓ.
Sanand Drug Racket: કપડાંની દુકાનની આડમાં ચાલતા ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ, રાજસ્થાન કનેક્શન સાથે 4 શખ્સો પોલીસ સકંજામાં






