વિસાવદરમાં સસ્તા અનાજ કૌભાંડનો મુદ્દો ખુબ ગરમાયો અને જેમાં વિસાવદરના આમ આદમી પાર્ટીના બોલકા ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ જોરશોરથી બૂમબરાડા પાડ્યા અને ભાજપ સહિત અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા, ધરણા કર્યા પરંતુ જ્યારે તપાસ થતાં ખુલાસો થયો કે, આ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના નેતા જ સામેલ છે.
ધરણા, આક્ષેપ અને આખરે 'ઘરના' જ નીકળ્યા!
વિગતે વાત કરીએ તો તારીખ 1 ઓગસ્ટ 2025ના રોજ વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અનાજના ગોટાળા બાબતે ગુનો દાખલ કરવાની માંગ સાથે ધરણા કર્યા ત્યારબાદ જે સસ્તા અનાજની દુકાનો છે તે ભાજપના લોકો દ્વારા ચલાવવામાં આવે છે તથા તંત્ર પણ સામેલ છે તેવા આક્ષેપ કર્યા હતા. જે મામલે મામલતદાર દ્વારા તપાસ કરવાની ખાતરી આપતા ધરણા પૂર્ણ કરવામાં આવ્યા હતા. મામલતદાર દ્વારા જેની વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યા હતા તેવી દુકાનો ખાતે તપાસ કરવામાં આવી હતી.
AAPના કાર્યકર્તા ઘરે જ અનાજનો જથ્થો
જેતલવડ ગામની અનાજની દુકાનનું લાઇસન્સ જે વ્યક્તિના નામે હતું તેણે તેનો તમામ જથ્થો આમ આદમી પાર્ટીના વિસાવદર તાલુકા આમ આદમી પાર્ટી મંત્રી રજાક જુસફભાઈ પરમારના ઘરે રાખેલો હતો. જ્યાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ગયેલા હતા જ્યાં 48 જેટલા અનાજના કટ્ટાનો સ્ટોક આમ આદમી પાર્ટીના કાર્યકરના ઘરેથી મળ્યો હતો

_b89f7146-99a8-4f1f-8fd3-8150134dfc1d.jpg)




