logo-img
Google Took Big Action On Play Store Banned 175 Lakh Apps And 80000 Developers

Google એ ફેક એપ્સ પર લીધું મોટું એક્શન! : Play Store પરથી 17.5 લાખ એપ્લિકેશન અને 80,000 ડેવલપર્સને કર્યા બેન

Google એ ફેક એપ્સ પર લીધું મોટું એક્શન!
Published by: Offbeat Team
| Last Updated: Feb 21, 2026, 06:19 AM IST

Google Play Store : જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોન વાપરો છો, તો તમારા માટે રાહતના સમાચાર છે. ગૂગલે એન્ડ્રોઇડ યુઝર્સની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. વર્ષ 2025 માં એન્ડ્રોઇડ ઇકોસિસ્ટમને ક્લીન અને સેફ રાખવાના ઉદ્દેશ્ય સાથે ગૂગલે પ્લે સ્ટોર પરથી લાખો નકલી એપ્સ અને હજારો ફ્રોડ ડેવલપર્સને પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે.

પ્લે સ્ટોર પર ગૂગલની મોટી સર્જિકલ સ્ટ્રાઇક

ગૂગલે પ્લે સ્ટોર પરથી કુલ 17.5 લાખથી વધુ શંકાસ્પદ અને છેતરપિંડી કરનારી એપ્સ દૂર કરી છે. આટલું જ નહીં, આ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ લગભગ 80,000 ડેવલપર એકાઉન્ટ્સ પર પણ કાયમી ધોરણે પ્રતિબંધ (Ban) મૂકી દીધો છે. આ આંકડો દર્શાવે છે કે, ગૂગલ હવે યુઝર્સની સુરક્ષા બાબતે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નથી.

ખતરનાક માલવેર અને સ્કેમનો ખતરો

દૂર કરવામાં આવેલી આ એપ્સ યુઝર્સ માટે અત્યંત જોખમી હતી. આમાંની મોટાભાગની એપ્સમાં ખતરનાક માલવેર છુપાયેલા હતા, જે યુઝર્સની જાણ બહાર બેંકમાંથી પૈસા ચોરી શકતા હતા અથવા મોંઘા પેઇડ સબ્સ્ક્રિપ્શન્સ એક્ટિવ કરી દેતા હતા. આ એપ્સ યુઝર્સના અંગત ડેટાની ચોરી કરીને તેમની પ્રાઇવેસી માટે મોટો ખતરો ઉભો કરતી હતી.

AI ટેકનોલોજીએ અટકાવી ડેટા ચોરી

ગૂગલની આ સફળતા પાછળ તેની આધુનિક AI-આધારિત સુરક્ષા સિસ્ટમનો મોટો હાથ છે. આ સિસ્ટમે લગભગ 2.55 લાખ એપ્સને સંવેદનશીલ યુઝર ડેટા સુધી પહોંચતા પહેલા જ બ્લોક કરી દીધી હતી. એટલે કે, યુઝર્સનો ડેટા ચોરાય તે પહેલા જ ગૂગલના AI ટુલ્સે આ ખતરાને ઓળખીને તેને અટકાવી દીધો હતો.

નકલી રિવ્યુ અને રેટિંગ્સ પર પણ તરાપ

ઘણી વખત યુઝર્સ સારા રિવ્યુ અને રેટિંગ જોઈને એપ્સ ડાઉનલોડ કરી લેતા હોય છે. આ સમસ્યાને દૂર કરવા માટે ગૂગલે પ્લે સ્ટોર પરથી 16 કરોડ (160 મિલિયન) થી વધુ નકલી રિવ્યુ અને રેટિંગ્સ પણ હટાવ્યા છે. હવે કોઈપણ એપની તપાસ તેના ડેવલપમેન્ટ સ્ટેજ, AI ટુલ્સ દ્વારા કરવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં આવી એપ્સ પ્લે સ્ટોર સુધી પહોંચી જ ન શકે.

ભારતીય યુઝર્સને શું થશે ફાયદો?

ગૂગલની આ કડક કાર્યવાહીનો સીધો ફાયદો ભારત સહિત દુનિયાભરના કરોડો એન્ડ્રોઇડ યુઝર્સને મળશે. પ્લે સ્ટોર પરથી ફેક એપ્સ દૂર થવાથી ઓનલાઈન ફ્રોડ અને બેંકિંગ છેતરપિંડીના કિસ્સાઓમાં ઘટાડો થશે. ગૂગલે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, આગામી સમયમાં AI સુરક્ષા તંત્રને વધુ મજબૂત બનાવીને પ્લે સ્ટોરને સંપૂર્ણપણે સુરક્ષિત બનાવવામાં આવશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now