Google Pixel 10a : સ્માર્ટફોન માર્કેટમાં ગૂગલ ફરી એકવાર ધૂમ મચાવવા તૈયાર છે. લાંબી રાહ જોયા બાદ, Google Pixel 10a આજના દિવસે એટલે કે, બુધવાર, 18 ફેબ્રુઆરીથી પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ થવા જઈ રહ્યો છે. ઓફિશિયલ લોન્ચ પહેલા જ આ ફોનના લગભગ તમામ મુખ્ય ફીચર્સ અને કિંમતની વિગતો લીક થઈ ગઈ છે. આ ફોન તેના શાનદાર કેમેરા અને આધુનિક AI ફીચર્સ માટે ચર્ચામાં છે.
ડિસ્પ્લે અને ડિઝાઈન
રિપોર્ટ અનુસાર, Google Pixel 10a માં 6.3-ઇંચની 120Hz રિફ્રેશ રેટ વાળી હાઇ-રિઝોલ્યુશન ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીનની સુરક્ષા માટે તેમાં Gorilla Glass 7i નું પ્રોટેક્શન મળશે. ફોનની સાઇઝ 153.9mm x 73mm x 9mm છે, જે તેને પકડવામાં સરળ અને વજનમાં હલકો બનાવે છે.
કેમેરો, AI ફીચર્સ અને બેટરી
પિક્સેલ ફોન હંમેશા તેના કેમેરા માટે જાણીતા હોય છે. Pixel 10a માં 48mp નો નો મુખ્ય કેમેરો અને 13mp નો અલ્ટ્રાવાઇડ કેમેરો હોવાની શક્યતા છે. સેલ્ફી માટે ફોનના ફ્રન્ટમાં 13mp નો કેમેરો મળી શકે છે. આ વખતે કંપનીનું ખાસ ધ્યાન AI (Artificial Intelligence) ફીચર્સ પર છે, જે ફોટોગ્રાફીના એક્સપિરિયન્સને વધુ સારું કરશે. આ સ્માર્ટફોનમાં 5100mAh ની મોટી બેટરી આપવામાં આવી છે. સાથે જ, ઝડપી ચાર્જિંગ માટે 45W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ પણ મળી શકે છે, જે આ 0 કેટેગરીના ફોન માટે એક મોટું અપગ્રેડ છે.
પરફોર્મન્સ, કલર અને કિંમત
આ ફોન 8GB LPDDR5X રેમ અને 256GB સુધીના UFS 3.1 સ્ટોરેજ સાથે આવી શકે છે. સુરક્ષા માટે તેમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ધૂળ-પાણીથી બચવા માટે IP68 રેટિંગ આપવામાં આવ્યું છે. સૌથી ખાસ વાત એ છે કે આ ફોન આઉટ ઓફ ધ બોક્સ Android 16 પર ચાલશે. કંપની આ ફોનને ચાર આકર્ષક કલર વેરિઅન્ટ્સમાં રજૂ કરી શકે છે, Obsidian black, Lavender blue, Fog white/green, અને Berry. કિંમતની વાત કરીએ તો, યુરોપમાં 128GB વેરિઅન્ટની કિંમત લગભગ EUR 499 (આશરે ₹53,580) અને 256GB વેરિઅન્ટની કિંમત EUR 599 (આશરે ₹64,315) રહેવાની શક્યતા છે.



















