Home Tech/Gadgets Google Photos New Ai Feature Create Memes From Your Photos Know How It Works

Google Photos નું નવું AI ફીચર : તમારા ફોટામાંથી બનાવો Memes, જાણો કેવી રીતે કાર્ય કરે છે

Google Photos નું નવું AI ફીચર
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2026, 10:19 AM IST

Google Photos' new AI feature : Google એ તેની ફોટો એપમાં એક નવા AI ફીચરની શરૂઆત કરી છે, જે યુઝર્સને પોતાને Memes માં ફેરવવાની મંજૂરી આપે છે. "Me Meme" નામની આ ફીચર જનરેટિવ AI નો ઉપયોગ કરીને વિવિધ મીમ ટેમ્પ્લેટ્સ અને કેપ્શનમાં યુઝર્સનો ફોટો દાખલ કરીને વ્યક્તિગત અને રમુજી ઇમેજ બનાવે છે. આ ફીચર હાલમાં US માં ગૂગલ ફોટો યુઝર્સ માટે રોલઆઉટ થયો છે.

Google નું ફીચર કેમ આવ્યું?

Google ના મતે, Me Meme નો ધ્યેય ફોટો એક્સપિરિયન્સને વધુ મનોરંજક બનાવવાનો છે, જેનાથી યુઝર્સ તેમના ફોટા સાથે પ્રયોગ કરી શકે અને સરળતાથી શેર કરી શકાય તેવો કન્ટેન્ટ બનાવી શકે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે, યુઝર્સને ફક્ત બે વસ્તુઓની જરૂર છે: એક મીમ ટેમ્પલેટ અને તેમનો પોતાનો ફોટો. યુઝર પહેલાથી અસ્તિત્વમાં રહેલા ટેમ્પલેટમાંથી પસંદ કરી શકે છે અથવા ટેમ્પલેટ તરીકે પોતાનો રમુજી ફોટો અપલોડ કરી શકે છે.

Me Meme ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવો?

Me Meme નો ઉપયોગ કરવા માટે, ગૂગલ ફોટોઝ એપ ખોલો અને નીચે "Create" સેક્શનમાં જાઓ, જ્યાં તમને Me Meme ઓપ્શન મળશે. યુઝર્સ પછી ટેમ્પલેટ પસંદ કરી શકે છે, તેમના ફોટા ઉમેરી શકે છે અને મીમ બનાવવા માટે "જનરેટ" પર ટેપ કરી શકે છે. એકવાર મીમ બની જાય, પછી તેઓ તેને સાચવી શકે છે, તેને ફરીથી બનાવી શકે છે અથવા તેને સીધા અન્ય પ્લેટફોર્મ પર શેર કરી શકે છે.

આ ફીચર ભારતમાં ક્યારે ઉપલબ્ધ થશે?

Google એ જણાવ્યું છે કે, જે વયુઝર્સ પહેલીવાર આ ફીચરનો ઉપયોગ કરશે તેમને આ ફીચરને સમજવામાં સરળતા રહે તે માટે એક નાની ઈન્ટ્રો સ્ક્રીન બતાવવામાં આવશે. કંપનીનું કહેવું છે કે, Me Meme દ્વારા, તે ગૂગલ ફોટોઝમાં AI-બેસ્ડ ક્રિએટિવ ટૂલ્સને વધુને વધુ વધારવા માંગે છે. આ ફીચર અન્ય દેશોમાં ક્યારે ઉપલબ્ધ થશે તે હજુ સુધી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now