Home Tech/Gadgets Google Chrome Security Alert Cert In Update Now

Google Chrome યુઝર્સ માટે ચેતવણી : ભારત સરકારે જાહેર કર્યું હાઈ રિસ્ક એલર્ટ, તત્કાલ કરો આ કામ

Google Chrome યુઝર્સ માટે ચેતવણી
Published by: OBS Bureau
Last Updated: Mar 11, 2026, 04:00 PM IST

ભારત સરકારની સાયબર સુરક્ષા એજન્સી CERT-In દ્વારા Google Chrome વાપરતા યુઝર્સ માટે એક ગંભીર ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ સત્તાવાર સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે બ્રાઉઝરમાં કેટલીક ટેકનિકલ ખામીઓ જોવા મળી છે, જેનો ગેરફાયદો ઉઠાવીને સાયબર ગુનેગારો યુઝર્સના ડિવાઈસને નિશાન બનાવી શકે છે. વિશ્વમાં સૌથી વધુ વપરાતા બ્રાઉઝર તરીકે Google Chrome હંમેશા હેકર્સના રડારમાં રહે છે, ત્યારે આ નવો ખતરો યુઝર્સની પ્રાઈવસી માટે ચિંતાનો વિષય બન્યો છે.

આ વર્ઝન વાપરતા યુઝર્સને સૌથી વધુ જોખમ

એજન્સીના રિપોર્ટ અનુસાર, જો તમે જૂના વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમારા સિસ્ટમ પર એટેક થવાની શક્યતા વધુ છે. ખાસ કરીને Windows અને Mac પર 145.0.7632.116/117 કરતા જૂના વર્ઝન અને Linux પર 145.0.7632.116 થી જૂના વર્ઝન સુરક્ષિત નથી. આ ખામીનો ઉપયોગ કરીને હેકર્સ રિમોટ કોડ એક્ઝિક્યુશન દ્વારા તમારા કમ્પ્યુટર કે લેપટોપનો સંપૂર્ણ કંટ્રોલ મેળવી શકે છે. એકવાર એક્સેસ મળ્યા બાદ તમારી અંગત વિગતો અને ડેટાની ચોરી થવાનું જોખમ રહેલું છે.

બચવા માટે શું કરવું જરૂરી?

CERT-In અને સાયબર નિષ્ણાતોએ સલાહ આપી છે કે જે યુઝર્સ હજુ પણ Google Chromeના જૂના વર્ઝનમાં કામ કરી રહ્યા છે, તેમણે તાત્કાલિક બ્રાઉઝરને અપડેટ કરવું જોઈએ. Google દ્વારા આ સુરક્ષા ખામીઓને દૂર કરવા માટે સિક્યોરિટી પેચ રિલીઝ કરી દેવામાં આવ્યા છે. લેટેસ્ટ અપડેટ ઇન્સ્ટોલ કરવાથી હેકર્સની પહોંચથી દૂર રહી શકાય છે અને સિસ્ટમને સુરક્ષિત બનાવી શકાય છે.

સુરક્ષા માટે સોફ્ટવેર અપડેટ અનિવાર્ય

માત્ર બ્રાઉઝર જ નહીં, પરંતુ તમામ એપ્સ અને ઓપરેટિંગ સિસ્ટમને હંમેશા અપડેટ રાખવી જોઈએ. સોફ્ટવેર અપડેટમાં કંપનીઓ માત્ર નવા ફીચર્સ જ નથી આપતી, પરંતુ અગાઉની સુરક્ષા ખામીઓને પણ ઠીક કરે છે. ડિજિટલ યુગમાં સુરક્ષિત રહેવા માટે સમયાંતરે સેટિંગ્સમાં જઈને અપડેટ ચેક કરતા રહેવું એ સાયબર સુરક્ષાનો સૌથી સરળ અને અસરકારક રસ્તો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now