EDએ ઓનલાઈન સટ્ટાબાજી એપ્સ સંબંધિત કેસોની તપાસના સંદર્ભમાં ગૂગલ અને મેટાને નોટિસ ફટકારી છે. એજન્સીનો આરોપ છે કે આ બંને કંપનીઓએ સટ્ટાબાજી એપ્સને પ્રોત્સાહન આપ્યું હતું અને તેમના ડિજિટલ પ્લેટફોર્મ પર તેમની જાહેરાતો અને વેબસાઇટ્સને પ્રાધાન્ય આપ્યું હતું.
21 જુલાઈના રોજ પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું
સૂત્રોના જણાવ્યા અનુસાર ગૂગલ અને મેટા પર આ સટ્ટાબાજી એપ્લિકેશનોને પ્રોત્સાહન આપવા અને તેમના પ્લેટફોર્મ પર ઓનલાઈન સટ્ટાબાજીની જાહેરાતો અને વેબસાઇટ્સને મુખ્ય સ્થાન આપવાનો આરોપ છે. હવે EDએ બંને કંપનીઓના પ્રતિનિધિઓને 21 જુલાઈએ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યો છે.
સટ્ટાબાજી સામે EDની કાર્યવાહી
આ સમગ્ર કેસમાં પહેલી વાર એવું બન્યું છે કે ભારતમાં કાર્યરત કોઈ મોટી ટેક કંપનીને સટ્ટાબાજી જેવા મામલામાં સીધી રીતે જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. EDની આ કાર્યવાહી ઓનલાઈન સટ્ટાબાજી સામેના વ્યાપક અભિયાનનો એક ભાગ છે, જેમાં ઘણા મોટા નામો અને ડિજિટલ પ્લેટફોર્મની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે.
મોટા પાયે તપાસ થઈ શકે
EDના આ પગલાથી તપાસ મોટા પાયે થઈ શકે છે. આ પહેલા પણ ઘણા ફિલ્મ સ્ટાર્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્સને પ્રોત્સાહન આપવા બદલ તપાસ હેઠળ આવી ચૂક્યા છે.





