Home Gujarat Good News Corona Cases Have Been Decreasing For Three Days

GOOD NEWS : ત્રણ દિવસથી ઘટી રહ્યા છે કોરોનાના કેસ

GOOD NEWS
Published by: OBS Bureau
Last Updated: Jun 19, 2025, 08:13 AM IST

રાજ્યમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસો વધતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. દેશભરમાં એક્ટિવ કેસોની સંખ્યા 6,800ને પાર પહોંચી છે ત્યારે ગુજરાતમાં પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

માહિતી મુજબ, 11 જૂન બુધવારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 203 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના પગલે રાજ્યમાં એક્ટિવ કેસોની કુલ સંખ્યા 1281 થઇ છે. હાલ 23 દર્દી હોસ્પિટલમાં દાખલ છે જ્યારે બાકીના 1258 દર્દી હોમ આઇસોલેશનમાં OPD આધારે સારવાર લઈ રહ્યા છે.




આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 149 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આ સમયગાળામાં એકપણ દર્દીનું મોત થયું નથી, જે રાહતદાયક વાત છે. તબીબી તંત્રનું કહેવું છે કે છેલ્લા ત્રણ દિવસથી નવા કેસોની સંખ્યામાં ધીમી ગતિએ ઘટાડો નોંધાઈ રહ્યો છે.

આ સ્થિતિ વચ્ચે તંત્રએ લોકોને જાગૃત રહેવા, ભીડવાળા સ્થળે માસ્ક પહેરવા, હાથ ધોવાનું પાબંદીથી પાલન કરવા અને જરૂરી તકેદારી રાખવાની અપીલ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now