logo-img
Gold Export Decline India 2024

ટ્રમ્પના ટેરિફથી ભારતના જ્વેલરી એક્સપોર્ટ પર કેટલું નુકસાન? : ચોંકાવનારો ડેટા આવ્યો સામે

ટ્રમ્પના ટેરિફથી ભારતના જ્વેલરી એક્સપોર્ટ પર કેટલું નુકસાન?
Published by: Offbeat Team
| Last Updated: Nov 16, 2025, 05:45 PM IST

આર્થિક મંડળમાં ચર્ચાસ્પદ બન્યા એવા રત્ન અને ઝવેરાત ક્ષેત્રે ઓક્ટોબર મહિનામાં મોટો ધક્કો અનુભવ્યો છે. આ વર્ષે સોનાના દરોમાં સતત તેજી જોવા મળી હતી, જેના લીધે ઘરેલું બજારમાં દાગીનાં મોંઘા બને અને વિદેશી માગમાં બળાપો આવ્યો છે. ટ્રમ્પ પ્રશાસન દ્વારા લગાવવામાં આવેલા ટેરિફ અને વૈશ્વિક બજારમાં અસ્થિરતા પણ આ ઘટાડાનો મુખ્ય ભાગ છે. પરિણામે ઓક્ટોબર 2024માં ભારતની રત્ન-ઝવેરાત નિકાસ ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં નોંધપાત્ર રીતે ઘટી છે.

કુલ નિકાસમાં 31 ટકા ઘટાડો

GJEPC દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ઓક્ટોબર મહિનામાં નિકાસ 30.57 ટકા ઘટીને $2168.05 મિલિયન (₹19,172.890 કરોડ) રહી હતી. એક વર્ષ પહેલાં એ જ મહિનામાં નિકાસ $3122.52 મિલિયન (₹26,237.1 કરોડ) હતી. સંસ્થાના ચેરમેન કિરીટ ભણસાલીએ જણાવ્યું કે ટેરિફ લાગુ પડે તે પહેલાં અમેરિકી ખરીદદારો દ્વારા ભારે ઓર્ડર બુક થયા હતા અને મોટાભાગનો તહેવારી માલ ઓગસ્ટ અંત સુધી મોકલી દેવાયો હતો. આ જ કારણ ઓક્ટોબરમાં ઘટાડાનો મુખ્ય પરિબળ બન્યો.

હીરાની નિકાસમાં તીવ્ર ઘટાડો

કટ એન્ડ પોલિશ્ડ હીરાની નિકાસ 26.97 ટકા ઘટીને $1,025.99 મિલિયન (₹9,071.41 કરોડ) રહી છે જ્યારે ગયા વર્ષની સમાન અવધિમાં આ નિકાસ $1,404.85 મિલિયન (₹11,806.45 કરોડ) હતી. લેબ-ગ્રોન હીરા સહિત પોલિશ્ડ હીરાની નિકાસ પણ 34.90 ટકા ઘટીને $94.37 મિલિયન (₹834.45 કરોડ) રહી છે.

સોનાના દાગીનાંની નિકાસ પણ ઘટી

સોનાના દાગીનાંની નિકાસ 28.4 ટકા ઘટીને $850.15 મિલિયન (₹7,520.34 કરોડ) રહી છે, જ્યારે ગયા વર્ષે આ જ સમયમાં નિકાસ $1,187.34 મિલિયન (₹9,975.17 કરોડ) હતી. રંગીન રત્નોની નિકાસ એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન 3.21 ટકા ઘટીને $250.14 મિલિયન (₹2,173.08 કરોડ) થઈ છે.

ચાંદીના દાગીનાંમાં પણ ઘટાડો

ઓક્ટોબર દરમિયાન ચાંદીના દાગીનાંની નિકાસ 16 ટકા ઘટીને $121.37 મિલિયન (₹1,072.81 કરોડ) નોંધાઈ છે, જ્યારે ગયા વર્ષે આ આંકડો $145.05 મિલિયન (₹1,219.01 કરોડ) રહ્યો હતો.

આગળ શું?

ઉદ્યોગ સંસ્થાનું માનવું છે કે ચીનમાં માંગ ધીમે ધીમે સાજી થઈ રહી છે અને પશ્ચિમ દેશોમાં ક્રિસમસ સીઝનના ઓર્ડર વધતા આગામી મહિનાઓમાં નિકાસમાં સુધારો થવાની સંભાવના છે. જોકે સોનાના વધતા ભાવ, ટેરિફની અનિશ્ચિતતા અને વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ આવતા મહિનાઓમાં પણ પડકારરૂપ બની શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now