Home Tech/Gadgets Global Smartphone Shipment Decline 2026 Chip Shortage Price Hike

સ્માર્ટફોન માર્કેટમાં મોટો ઉલટફેર : ચિપની અછતના કારણે શિપમેન્ટમાં 12.9 ટકાનો ઘટાડો, મોબાઈલના ભાવમાં 14 ટકા સુધીના વધારાની આશંકા

સ્માર્ટફોન માર્કેટમાં મોટો ઉલટફેર
Published by: OBS Bureau
Last Updated: Feb 27, 2026, 08:30 PM IST

વૈશ્વિક સ્માર્ટફોન માર્કેટ માટે વર્ષ 2026 પડકારજનક સાબિત થઈ શકે છે. આઈડીસી (IDC) ના નવા રિપોર્ટ અનુસાર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વધતા ઉપયોગને કારણે મેમરી ચિપની અછત સર્જાઈ છે, જેણે સ્માર્ટફોન ઉત્પાદક કંપનીઓની ચિંતામાં વધારો કર્યો છે. માર્કેટ રિસર્ચ ફર્મના અંદાજ મુજબ, આ વર્ષે વૈશ્વિક સ્માર્ટફોન શિપમેન્ટમાં વાર્ષિક ધોરણે 12.9 ટકાનો મોટો ઘટાડો જોવા મળી શકે છે.

એક દાયકાનું સૌથી નીચું સ્તર

  • IDC ના રિપોર્ટ મુજબ, વર્ષ 2026 માં સ્માર્ટફોનનું શિપમેન્ટ ઘટીને 1.1 બિલિયન યુનિટ્સ સુધી પહોંચી શકે છે.

  • આ છેલ્લા 10 વર્ષમાં અત્યાર સુધીનું સૌથી ઓછું શિપમેન્ટ વોલ્યુમ હોઈ શકે છે.

  • જોકે, રાહતની વાત એ છે કે 2027 ના મધ્ય ભાગથી સ્માર્ટફોનની માંગ ફરી સ્થિર થવાની સંભાવના છે.

ચિપની અછતની અસર અને ભાવવધારો

  • ચિપની આ કટોકટીની સૌથી વધુ અસર ચીની સ્માર્ટફોન બ્રાન્ડ્સ પર જોવા મળશે.

  • Apple અને Samsung જેવી દિગ્ગજ કંપનીઓએ ચિપની અછતની સ્થિતિને યોગ્ય રીતે સંભાળી હોવાથી તેમના પર અસર ઓછી પડશે.

  • મેમરી ચિપની કિંમતોમાં વધારાને કારણે સ્માર્ટફોનની સરેરાશ વેચાણ કિંમત (ASP) માં 14 ટકા સુધીનો ઉછાળો આવી શકે છે.

  • મેમરી ચિપના ભાવ 2027 ના બીજા ભાગ સુધીમાં સ્થિર થવાની ધારણા છે.

બજેટ સ્માર્ટફોન સેગમેન્ટ પર જોખમ ચિપની અછતની સૌથી ગંભીર અસર 100 ડોલર (અંદાજે 9,000 રૂપિયા) થી ઓછી કિંમતના સ્માર્ટફોન સેગમેન્ટ પર પડશે. મેમરીના ભાવમાં વધારાને કારણે આ સેગમેન્ટમાં ફોન બનાવવાનું હવે કંપનીઓ માટે આર્થિક રીતે ફાયદાકારક રહેશે નહીં. મિડ અને પ્રીમિયમ સેગમેન્ટમાં માંગ ઓછી રહેવાને કારણે એકંદર સ્માર્ટફોન શિપમેન્ટ પર નકારાત્મક અસર જોવા મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now