Gita Gopinath Profile: ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ગીતાએ રાજીનામું આપતા કહ્યું કે, તે ફરીથી હાર્વર્ડ યુનિવર્સિટીમાં જોડાવા માંગે છે. તે યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ફેકલ્ટીનો હિસ્સો બનવા માંગે છે. IMFએ ગીતાના રાજીનામાની પુષ્ટિ કરી અને કહ્યું કે, ગીતા ગોપીનાથના ઉત્તરાધિકારીની જાહેરાત યોગ્ય સમયે કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ગીતા ગોપીનાથ IMFમાં સેવા આપવા માટે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી જાહેર રજા પર છે.
કોરોના કાળમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી
તમને જણાવી દઈએ કે ગીતા ગોપીનાથે કોરોના કાળા દરમિયાન વિશ્વને આર્થિક મંદીમાંથી બહાર કાઢવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે વિશ્વને જણાવ્યું હતું કે કોરોના રોગચાળા દરમિયાન રસીકરણના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કેવી રીતે કામ કરવું. ગીતાએ IMF, વિશ્વ બેંક, WTO અને વિશ્વ આરોગ્ય સંગઠન સાથે મળીને એક બહુપક્ષીય ટાસ્ક ફોર્સ તૈયાર કરી હતી. ગીતાની યોજના અનુસાર વેક્સિન બનાવવાથી લઈને તેના વિતરણ સુધીની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.
ગીતા ગોપીનાથનું ભારત સાથે છે ખાસ કનેક્શન
ગીતા ગોપીનાથ એક ભારતીય-અમેરિકન અર્થશાસ્ત્રી છે. ગીતાનો જન્મ ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના કોલકાતા શહેરમાં થયો હતો, પરંતુ તે કર્ણાટકના મૈસુરમાં મોટી થઈ હતી. તેના પિતાનું નામ ટીવી ગોપીનાથ હતું. જે કેરળના કન્નુર જિલ્લામાં ખેડૂત અને ઉદ્યોગપતિ હતા. તેમની માતા વીસી વિજયલક્ષ્મી પ્લેહાઉસ ચલાવતી હતી. ગીતા ગોપીનાથ દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના સહાધ્યાયી ઇકબાલ સિંહ ધાલીવાલ સાથે લગ્ન કર્યા હતા, જે હાલમાં મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT) ખાતે અબ્દુલ લતીફ જમીલ પોવર્ટી એક્શન લેબના મેનેજિંગ ડિરેક્ટર છે. તેમના પુત્રનું નામ રાહિલ છે.
ગીતા ગોપીનાથનું અભ્યાસ
ગીતાએ 1992માં દિલ્હી યુનિવર્સિટીની લેડી શ્રીરામ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં બીએ કર્યું
ગ્રેજ્યુએશનના ત્રણ વર્ષ તે કોલેજમાં ટોપર રહી અને ગોલ્ડ મેડલ જીત્યો
1996માં ગીતાએ દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર્સ કર્યું
ગીતાએ વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી બીજી માસ્ટર ડિગ્રી લીધી
2001માં તેણે પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટ કર્યું
ગીતા ગોપીનાથ ક્યાં ક્યાં સેવા આપી
2001થી 2005 સુધી શિકાગો યુનિવર્સિટીના બૂથ સ્કૂલ ઓફ બિઝનેસમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કર્યું
2005થી 2022 સુધી તે હાર્વર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગમાં ઇન્ટરનેશનલ સ્ટડીઝ અને ઇકોનોમિક્સના જોન ઝ્વાન્સ્ટ્રા પ્રોફેસર રહ્યાં
2019 થી 2022 સુધી IMFના મુખ્ય અર્થશાસ્ત્રી રહ્યાં
21 જાન્યુઆરી 2022ના રોજ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો

_91d62584-77a1-4e53-8afb-37ff3948b327.jpg)




