Home Gujarat Gir Lion Live Hunt Video Sasan Safari Park

ગીરમાં શિકાર કરતાં સિંહ-સિંહણના Live દ્રશ્યો : પ્રવાસીઓના જીવ તાળવે ચોંટ્યા!

ગીરમાં સિંહણના શિકાર કરતાં દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: May 12, 2026, 06:51 AM IST

એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા ગીરના જંગલમાંથી વન્યજીવ પ્રેમીઓ માટે એક અત્યંત દુર્લભ અને રોમાંચક ઘટના સામે આવી છે. સાસણ નેચર સફારી પાર્કમાં સફારીનો આનંદ માણી રહેલા પ્રવાસીઓની નજર સામે જ સિંહ અને સિંહણે એક પશુનો શિકાર કર્યો હતો. આ સમગ્ર દૃશ્ય એટલું અચાનક અને ઝડપી હતું કે જીપ્સીમાં બેઠેલા પ્રવાસીઓ પણ ક્ષણભર માટે સ્તબ્ધ થઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ સફારી દરમિયાન પ્રવાસીઓ સિંહોના મૂવમેન્ટ નિહાળી રહ્યા હતા ત્યારે અચાનક સિંહણે વીજળી જેવી ઝડપે એક પશુ તરફ દોટ મૂકી હતી. થોડા જ પળોમાં સિંહણે પોતાના શિકારને દબોચી લીધો હતો. કુદરતના આ જીવંત દૃશ્યે પ્રવાસીઓમાં રોમાંચ અને આશ્ચર્ય બંનેનો માહોલ સર્જ્યો હતો.
પંચમહાલમાં દેખાયો 'કળિયુગ'!: ગોધરા રેલવે ટ્રેક પર જીવિત અવસ્થામાં નવજાત શિશુ મળતા ચકચાર

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સિંહણની શિકાર કરવાની કુદરતી રીત, તેની ઝડપ અને શક્તિ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. વન્યજીવ પ્રેમીઓ અને નેચર ફોટોગ્રાફર્સ આ વીડિયોને મોટી સંખ્યામાં શેર કરી રહ્યા છે.

સામાન્ય રીતે સિંહો શિકાર માટે એકાંત પસંદ કરતા હોય છે અને આવી ઘટનાઓ ભાગ્યે જ પ્રવાસીઓની નજર સામે બને છે. ખાસ કરીને ખુલ્લા જંગલ વિસ્તારમાં લાઈવ શિકાર જોવાનો અનુભવ ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે. તેથી આ ઘટનાએ પ્રવાસીઓ માટે યાદગાર ક્ષણ સર્જી દીધી છે.

ગીરનું જંગલ કેમ છે ખાસ?

ગુજરાતનું ગીર જંગલ વિશ્વમાં એશિયાઈ સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન માનવામાં આવે છે. અહીં દર વર્ષે દેશ-વિદેશમાંથી લાખો પ્રવાસીઓ સિંહ દર્શન માટે આવે છે. ગીરની જૈવ વૈવિધ્યતા, કુદરતી સૌંદર્ય અને વન્યજીવનની નજીકથી અનુભૂતિ પ્રવાસીઓને અનોખો અનુભવ કરાવે છે.

સાસણ નેચર સફારી પાર્ક ખાસ કરીને સિંહોના કુદરતી વર્તનને નજીકથી જોવા માટે જાણીતી જગ્યા છે. અહીં સિંહોની ગર્જના, તેમનો વિસ્તાર પરનો દબદબો અને જંગલનું કુદરતી જીવન પ્રવાસીઓને પ્રકૃતિ સાથે સીધું જોડે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now