Home Tech/Gadgets Ghibli Style Image Social Media Sachin Tendulkar Post Technology

Ghibli Style Image : શું છે આ Ghibli ઈમેજ? સોશિયલ મીડિયામાં કેમ મચી છે આ સ્ટાઈલના ફોટા બનાવીને પોસ્ટ કરવાની ધૂમ?

Ghibli Style Image
Published by: OBS Bureau
Last Updated: Mar 28, 2025, 02:32 PM IST

Ghibli Style Image: હાલ ઈન્ટરનેટ પર કાર્ટુન ટાઈમની ઈમેજ બનાવીને પોસ્ટ કરવાની હોડ લાગી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ થતી આ કાર્ટુન ટાઈપની તસવીરોને Ghibli સ્ટાઈલ ઈમેજ કહેવામાં આવે છે. ત્યારે ખરેખર જાણવા જેવું છેકે, આખરે આ Ghibli ઈમેજ શું છે અને તેનો ઉદભવ ક્યાંથી થયો. આખરે કઈ રીતે ગણતરીની મિનિટોમાં સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ આ કાર્ટુન જેવી દેખાતી તસવીરો એ જાણવાનો પ્રયાસ કરીએ.

શું છે Ghibli ઈફેક્ટ?
સોશિયલ મીડિયા પર હાલ જીભલી સ્ટાઈલમાં ફોટો વાયુવેગે વાયરલ થઈ રહ્યાં છે. આ એક ટ્રેન્ડ છે હાલમાં શરૂ થયો છે. યુઝર્સ પોતાના ફોટોને જીભલી સ્ટાઈલમાં કનર્વટ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યાં છે.વાત એમ છે કે OpenAI દ્વારા એક નવું ફીચર રજૂ કરવામાં આવ્યું છે, જેની મદદથી યુઝર્સ તેમના ફોટાને જીબલી સ્ટાઇલમાં કન્વર્ટ કરી શકે છે. જીબલી સ્ટુડિયો પણ પોતાના વિવિધ ફોટાઓને ચેટજીપીટીની મદદથી કન્વર્ટ કરીને શેર કરી રહ્યું છે. આ ફીચર ખુબ લોકપ્રિય બન્યું છે જેથી ટ્રેન્ડિંગ થઈ ગયું છે. સ્ટુડિયો Ghibli એ એક પ્રખ્યાત જાપાની એનિમેશન સ્ટુડિયો છે, જે સુંદર એનીમ અને મૂવીઝ બનાવવા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેની શરૂઆત 1985માં હાયાઓ મિયાઝાકી અને ઈસાઓ તાકાહાતા નામના બે કલાકારો દ્વારા કરવામાં આવી હતી.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now