Home Gujarat Get Ready Seven Days From Today Unseasonal Rain

આજે વહેલી સવારથી ગુજરાતના વાતાવરણમાં પલટો, ખેડૂતો ચિંતાતૂર : સુરત, વલસાડ સહિત દક્ષિણ ગુજરાત અને જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ

આજે વહેલી સવારથી ગુજરાતના વાતાવરણમાં પલટો, ખેડૂતો ચિંતાતૂર
Published by: OBS Bureau
Last Updated: May 21, 2025, 06:36 AM IST

આજે વહેલી સવારથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાજ્યના સુરત, વલસાડ સહિત દક્ષિણ ગુજરાત અને જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ભરઉનાળે કમોસમી વરસાદને પગલે જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોને પાક નુકસાનીનો ડર સતાવી રહ્યો છે.


બીજી તરફ અંબાલાલ પટેલે કરેલી વિશાનક પુરની આગાહીથી પણ લોકોના જીવ અધ્ધર થઈ ગયા છે. અંબાલાલ પટેલે આગાહી કરી છેકે, દક્ષિણ ગુજરાતમાં ભયાનક પૂર આવશે! 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન, 15થી 20 ઈંચ વરસાદ પડશે.


હવામાન વિભાગે જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા તો ક્યાંક મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. આવનારા ચારથી પાંચ દિવસમાં નૈઋત્ય ચોમાસું કેરળમાં પ્રવેશી શકે છે, જેના લીધે તેનું અસરકારક અસર ગુજરાતમાં પણ પડશે. હાલ રાજ્યના વાતાવરણ પર બે હવામાન સિસ્ટમો સક્રિય છે, જેના કારણે 26 મે સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. આજે 21 જિલ્લાઓમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.


હવામાનની બે સિસ્ટમ સક્રિય – ચોમાસા માટે અનુકૂળ પરિસ્થિતિ
રાજ્યમાં હાલમાં બે મુખ્ય હવામાની સિસ્ટમ કાર્યરત છે – એક રાજસ્થાન તરફ અને બીજી અરબી સમુદ્રની દિશામાં. અરબી સમુદ્ર પર ‘અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન’ સર્જાયું છે, જેના કારણે 22 મેની આસપાસ લો-પ્રેશર વિસ્તાર ઊભો થવાની શક્યતા છે. દેશમાં ચોમાસા માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે અને આવતા થોડા દિવસોમાં કેરળમાં ચોમાસાની શરૂઆત થશે, જેની અસર ગુજરાતમાં પણ દેખાશે.




સુરતમાં ધોધમાર વરસાદ સાથે પવનનો ચમકારો

સોમવારે સવારે સુરતમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો હતો. અડાજણ, પાલ, રાંદેર અને અઠવાલાઈન્સ સહિતના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો છે.




અગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેશે

હવામાન વિભાગના અનુસંધાન મુજબ આગામી સાત દિવસ દરમિયાન રાજ્યભરના અનેક ભાગોમાં છૂટાછવાયોથી લઈને ભારે વરસાદ સુધીની શક્યતા છે. ચાર દિવસમાં કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે અને ગુજરાતમાં પણ આગામી દિવસોમાં વરસાદની ગતિમાં વધારો થવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને મધ્યમથી વધુ વરસાદ પડી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now