Home National Ganga River Scientific Reason Purity Oxygen Self Cleaning

ભારતની કઈ નદીમાં છે સૌથી વધુ ઓક્સિજન? : વર્ષો સુધી પાણી ખરાબ ન થવા પાછળ છુપાયેલું છે આ મોટું વિજ્ઞાન

Which river has highest oxygen content
Published by: Viral Patel
Last Updated: Apr 29, 2026, 02:10 AM IST

Which river has highest oxygen content: ભારતને નદીઓનો દેશ કહેવામાં આવે છે. સમગ્ર દેશમાં સેંકડો નદીઓ વહે છે. નાની-મોટી નદીઓ મળીને આ સંખ્યા 400થી પણ વધુ માનવામાં આવે છે. તેમાંથી લગભગ 200 નદીઓ એવી છે જે અલગ-અલગ રાજ્યોમાંથી પસાર થાય છે. આ નદીઓ માત્ર પાણીનો સ્ત્રોત નથી, પરંતુ કરોડો લોકોના જીવન, ખેતી અને રોજગારનો આધાર પણ છે. તેથી જ ભારતમાં નદીઓનું મહત્વ ઘણું વધારે છે.

આ તમામ નદીઓની વચ્ચે ગંગા નદીને સૌથી ખાસ માનવામાં આવે છે. તેને દેશની જીવાદોરી (લાઈફલાઈન) પણ કહેવામાં આવે છે. તેનું એક મોટું કારણ એ છે કે તેના પાણીમાં ઓક્સિજનનું સ્તર (Dissolved Oxygen) અન્ય નદીઓની સરખામણીમાં વધારે જોવા મળે છે. આ જ કારણે તેનું પાણી લાંબા સમય સુધી તાજું રહે છે અને તેમાં રહેતા જીવજંતુઓ માટે શ્રેષ્ઠ વાતાવરણ મળે છે.

આ પણ વાંચો: ભારત માટે સસ્તું તેલ મેળવવા ખુલી ગયો રસ્તો? : UAEનો OPECમાંથી બહાર નીકળવાનો નિર્ણય

વધુ ઓક્સિજન હોવાનું કારણ શું છે?

ગંગાના પાણીમાં વધુ ઓક્સિજન હોવા પાછળ એક ખાસ કારણ છે, જેને તેની 'પ્રાકૃતિક સ્વ-શુદ્ધિકરણ ક્ષમતા' કહેવામાં આવે છે. સરળ ભાષામાં સમજીએ તો, આ નદી પોતાના પાણીને ઘણી હદ સુધી જાતે જ સાફ રાખવાની શક્તિ ધરાવે છે. ઘણા અભ્યાસોમાં સામે આવ્યું છે કે ગંગાનું પાણી જૈવિક રીતે સક્રિય રહે છે, જેનાથી તેમાં ઓક્સિજનનું સ્તર સંતુલિત રહે છે. આ જ કારણ છે કે તેનું પાણી જલ્દી ખરાબ થતું નથી.

કેટલો ઓક્સિજન હોય છે?

વૈજ્ઞાનિક સંશોધનોમાં પણ આ વાત સામે આવી છે કે ગંગાના ઘણા હિસ્સાઓમાં ઓગળેલા ઓક્સિજનનું સ્તર લગભગ 5.8 થી 8.9 mg/L ની વચ્ચે જોવા મળ્યું છે. સામાન્ય રીતે, 5 mg/L થી વધુ ઓક્સિજનનું સ્તર જળચર જીવન માટે સારું માનવામાં આવે છે. આ દ્રષ્ટિએ ગંગા નદી ઘણી જગ્યાએ આ માપદંડ કરતા પણ સારી સ્થિતિમાં છે. જોકે, એ પણ હકીકત છે કે દરેક જગ્યાએ પાણીની ગુણવત્તા એકસરખી હોતી નથી.

આ પણ વાંચો: મિડલ ઈસ્ટના સમુદ્રમાં ગરમી વધી : અમેરિકન સુપરકેરિયર USS Eisenhower ફરી મેદાનમાં, તેલના ભાવ ઉછળશે?

સમયની સાથે પ્રદૂષણ અને માનવીય પ્રવૃત્તિઓની અસર ગંગા પર પણ પડી છે. કેટલાક વિસ્તારોમાં પાણીની ગુણવત્તા નબળી પડી છે. તેમ છતાં, પોતાની ખાસ બનાવટ અને સ્વ-શુદ્ધિકરણ ક્ષમતાને કારણે ગંગા અન્ય નદીઓ કરતા અલગ ઓળખ ધરાવે છે. વધુ ઓક્સિજન હોવો એ તેની સૌથી મોટી ખાસિયત છે, અને એટલે જ તેને 'જીવનદાયીની' નદી કહેવામાં આવે છે. પર્યાવરણ માટે પણ આ નદી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now