Home Gujarat Gandhinagar Sughad Canal Three Youths Drown

ગાંધીનગર સુઘડ કેનાલમાં ત્રણ યુવાન ડૂબ્યા : બેના મોત, 1નો બચાવ્યો જીવ

ગાંધીનગર સુઘડ કેનાલમાં ત્રણ યુવાન ડૂબ્યા
Published by: OBS Bureau
Last Updated: Aug 07, 2025, 10:59 AM IST

ગાંધીનગરમાં સુઘડ કેનાલમાં નાહવા પડેલા ત્રણ વ્યક્તિ ડૂબ્યાની વિગતો સામે આવી છે. જે ત્રણમાંથી બેના ડૂબી જવાથી મોત થયા છે. વિગતો મુજબ ડૂબેલા બે પર પ્રાંતિય યુવકો એક ખાનગી કન્સ્ટ્રકશન સાઈડ ઉપર કામ કરતા હતા


ત્રણેય યુવકો નાહવા માટે નર્મદા કેનાલમાં પડ્યા હતા

ખાનગી કન્સ્ટ્રકશન સાઈડ ઉપર કામ કરતા ત્રણેય યુવકો નાહવા માટે નર્મદા કેનાલમાં પડ્યા હતા. જેમને પાણીમાં તરતા ન આવડતું હોવાથી ડૂબવા લાગ્યા હતા, ત્યારે બે લોકોના ડૂબી જવાથી મૃત્યુ થયા છે જ્યારે 1ને બચાવી લેવામાં આવ્યો છે. ઘટનાના પગલે ગાંધીનગર ફાયર વિભાગે બને વ્યક્તિઓની શોધખોળ હાથધરી છે.

યુવાનો મૂળ મહારાષ્ટ્રના વતની

વિગતો મુજબ આ યુવકો આશરે 30થી 35 વર્ષીય છે. જેઓ મૂળ મહારાષ્ટ્રના છે અને મોટેરામાં રહે છે, હાલ તેમનું કામ કોટેશ્વરમાં ચાલતું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now