Home Gujarat Gandhinagar Female Doctor Digital Arrest Case Accused Had Embezzled Rs 1924 Crore

ગાંધીનગર મહિલા તબીબ ડિજિટલ અરેસ્ટ કેસ : વધુ 8 આરોપી 3 જિલ્લામાંથી ઝડપાયા, 19.24 કરોડ રૂપિયા પડાવ્યા હતા

ગાંધીનગર મહિલા તબીબ ડિજિટલ અરેસ્ટ કેસ
Published by: OBS Bureau
Last Updated: Aug 02, 2025, 06:45 AM IST

Gandhinagar Digital Arrest Case: સમગ્ર દેશમાં સાયબર ક્રાઈમના અનેક ગુનાઓ પ્રકાશમાં આવી રહ્યાં છે. તેમાં ડિજિટલ એરેસ્ટ અંગેના ગુનાઓનો ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો છે. સમગ્ર દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટનો બનાવ ગાંધીનગરમાં સામે આવ્યો. આરોપીઓએ વૃદ્ધ મહિલા તબીબ પાસેથી 19.24 કરોડ પડાવ્યા. આ કેસમાં CID સાયબર સેલે અગાઉ એક આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે સાયબર ક્રાઇમ સેલે વધુ આઠ શખ્સોની ધરપકડ કરી છે.


વધુ 8 શખ્સોની ધરપકડ

આ કેસમાં સાયબર ક્રાઇમ સેલે વધુ 8 શખ્સોની ધરપકડ કરી છે. રાજકોટ, જામનગર અને અમરેલી જિલ્લામાંથી ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ડિજિટલ એરેસ્ટ કરી પડાવેલા નાણા સગેવગે કરવાના આરોપ હેઠળ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આરોપીઓએ પોતાના અલગ અલગ 8 બેંકના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી સેલ્ફ ચેક મારફતે 50 લાખ રૂપિયા ઉપાડ્યા હતા. સાયબર ક્રાઇમ સેલે ત્રણ ટીમ બનાવી તપાસનો સમગ્ર ઓપરેશન પાર પાડ્યુ છે. આ કેસમાં અગાઉ સુરતથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી


જાણો સમગ્ર કેસ

ગાંધીનગરમાં એક વૃદ્ધ મહિલા ડોક્ટરને ઈન્ટરનેશનલ અને ભારતની ગેંગ દ્વારા ત્રણ મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરાઈ હતી. વિવિધ એક્ટ હેઠળ ઉઠાવી લેવાશે તેવી ધમકી આપતા હતા.આરોપીઓએ MURLIDHAR MANUFACTURING નામના IndusInd Bank ખાતામાં 19.24 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. પોલીસે આ કેસમાં સુરતના આરોપી લાલજી બલદાણીયાની ધરપકડ કરી હતી, જે બાદ વધુ આઠ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now