Home Gujarat Gandhinagar Chiloda Police Constable Bribe Case Acb 3 Lakhs Was Demanded For Not Revealing The Name In The Prohibitioncase

તોડબાજ કોન્સ્ટેબલને ACBએ દબોચ્યો : પ્રોહિબિશન કેસમાં નામ નહીં ખોલવા 3 લાખની લાંચ માંગી

તોડબાજ કોન્સ્ટેબલને  ACBએ દબોચ્યો
Published by: OBS Bureau
Last Updated: Jun 10, 2025, 12:12 PM IST

ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલને એન્ટી કરપ્શન બ્યુરોએ રૂ.1.10 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. આરોપી કોન્સ્ટેબલે પ્રોહિબિશનના ગુનામાં ફરિયાદીના પતિનું નામ ખોલવાના બદલામાં લાંચની માંગણી કરી હતી.ત્યારે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે છટકું ગોઠવી કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથે દબોચ્યો હતો.

2 જૂન 2025ના રોજ ચિલોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો, જેમાં લાંચની ફરિયાદ કરનાર ફરિયાદીના પતિનું નામ સામેલ હતું. જેથી ચિલોડા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે ફરિયાદીના પતિને વોન્ટેડ ગણાવી, તેમને પોલીસ સ્ટેશન હાજર કરવા જણાવ્યું હતું.જેથી ફરિયાદી તેમના વકીલ મિત્ર સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ફરજ પરના હેડ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ રબારીને ફરિયાદ કરી હતી કે, આ પ્રોહિબિશનના કેસમાં તેના પતિનું નામ ખોટી રીતે ખોલાયું છે. તેના પતિની આ કેસમાં કોઈ સંડોવણી નથી, તેમને ફસાવવામાં આવી રહ્યા છે.તમામ હકીકતની ચર્ચા, હેડ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈએ સહકર્મી કોન્સ્ટેબલ યુવરાજસિંહ નારુકા સાથે કરી હતી. જે બાદ કોન્સ્ટેબલ યુવરાજસિંહ તકનો લાભ લઈ લાંચ માંગી હતી.

ફરિયાદીના પતિનું નામ કેસમાંથી હટાવવા માટે કોન્સ્ટેબલ યુવરાજસિંહે શરૂઆતમાં રૂ. 3 લાખની માંગણી કરી હતી. પરંતુ રકઝક બાદ અંતે કોન્સ્ટેબલ યુવરાજસિંહે કહ્યું હતું કે, રૂ. 1.10 લાખ તો આપવા જ પડશે.જોકે ફરિયાદીએ લાંચ આપવાનો ઇનકાર કરી ACBનો સંપર્ક કર્યો હતો. એન્ટી કરપ્શન બ્યુરોએ ફરિયાદને આધારે, કોન્સ્ટેબલ યુવરાજસિંહને રંગે હાથે પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. સોમવારે રાત્રે ચિલોડા પોલીસ સ્ટેશન નજીક સર્વિસ રોડ પર યુવરાજસિંહને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો છે. ACBએ આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now