Home Gujarat Gandhinagar Bmw Car Hit And Run

Gandhinagar Hit and Run ; ગાંધીનગરમાં BMW કારની રફ્તારનો કહેર : હિટ એન્ડ રનમાં મહિલાનું મોત, આરોપી ઝડપાયો

Gandhinagar Hit and Run ; ગાંધીનગરમાં BMW કારની રફ્તારનો કહેર
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 18, 2025, 10:57 AM IST

Gandhinagar Hit and Run : ગાંધીનગરમાંથી ફરી એકવાર રફ્તારનો કહેર સામે આવ્યો છે. સરગાસણ ડી માર્ટ પાસે એક ગંભીર હિટ એન્ડ રનની ઘટના બની છે. પંજાબ પાસિંગની એક BMW કાર ચાલકે એક મહિલાને ટક્કર મારી ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. આ અકસ્માતમાં મહિલાનું દુઃખદ અવસાન થયું છે.


હર્ષ મોરેશ્વર નામના યુવકને પોલીસે દબોચ્યો

આ ઘટના બાદ લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જેના પગલે ઇન્ફોસિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તરત જ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કાર ચાલક તરીકે હર્ષ મોરેશ્વર નામના યુવકની ઓળખ થઇ હતી, જે આરોપીને પોલીસે દબોચી લીધો છે. પોલીસે BMW કારને કબજામાં લઈ લીધી છે અને હર્ષ મોરેશ્વરને પણ પકડ્યો છે. આ હિટ એન્ડ રન કેસમાં હવે વધુ તપાસ ચાલી રહી છે


નબીરા બેફામ!

ફોર વ્હીલનું સ્ટરિંગ હાથમાં આવી જતા કેટલા નબીરા બેફામ બની જાય છે અને પોતાની રફ્તારની મજા કેટલા લોકો માટે મોતની સજા સાબિત થઈ શકે તેવા વિચાર કર્યા વિના બેફામ ગાડી હંકારે છે અને જેમા નિર્દોષ લોકોને જીવ ગોમાવવાનો વારો આવે છે તેવી જ ઘટના ગાંધીનગરમાં પણ બની છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now