Home Gujarat Gandhinagar Bjp Ticket Race 548 Claimants Election

'કેસરિયા કિલ્લા' માં ટિકિટ મેળવવા લોબિંગ તેજ : ગાંધીનગરમાં ભાજપના કાર્યકરો વચ્ચે જોરદાર સ્પર્ધા, શું નવા ચહેરાઓને મળશે તક?

bjpના ઝંડા સાથે લોકો
Published by: Chintan Chavda
Last Updated: Apr 04, 2026, 11:29 AM IST

ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ખાસ કરીને ભાજપના “કેસરિયા કિલ્લા” તરીકે ઓળખાતા ક્ષેત્રમાં ટિકિટ માટે ભારે દોડધામ જોવા મળી રહી છે. ગાંધીનગરની કુલ 176 બેઠકો માટે આશરે 548 જેટલા દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે, જેના કારણે પાર્ટી અંદર સ્પર્ધા ચરમસીમાએ પહોંચી ગઈ છે.

ટિકિટ મેળવવા માટે જોરદાર લોબિંગ

ટિકિટ મેળવવા માટે અનેક કાર્યકરો અને નેતાઓ દ્વારા જોરદાર લોબિંગ ચાલી રહ્યું છે. ઘણા વિસ્તારોમાં એક જ બેઠક માટે અનેક દાવેદારો મેદાનમાં ઉતરતા, પસંદગી પ્રક્રિયા પાર્ટી માટે પડકારરૂપ બની ગઈ છે. ખાસ કરીને સાદરા બેઠકમાં તો 21 જેટલા ફોર્મ ભરાતા નિરીક્ષકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.

પાર્ટી હાઈકમાન્ડ હવે જીતની સંભાવના, સ્થાનિક સમીકરણો અને કાર્યકરોની લોકપ્રિયતા જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરશે. ટિકિટ માટેની આ ભારે સ્પર્ધા દર્શાવે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ માટે સત્તા જાળવવી કેટલી મહત્વની છે.

આ વચ્ચે અસંતોષિત દાવેદારોને મનાવવા માટે પણ સંગઠન સક્રિય બન્યું છે, જેથી બળવો અટકાવી શકાય. આગામી દિવસોમાં ઉમેદવારોની જાહેરાત બાદ રાજકીય ચિત્ર વધુ સ્પષ્ટ બનશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now