Home Gujarat Gadhada Mla Shambhunath Tundiya Clarifies On Controversial Letter

''...તેટલા માટે ભરોસા પાત્ર વ્યક્તિની પ્રતિનિધિ તરીકે નિમણૂક કરી'' : વિવાદાસ્પદ પત્ર મામલે ગઢડાના MLA શંભુનાથ ટુંડિયાએ કરી સ્પષ્ટતા

''...તેટલા માટે ભરોસા પાત્ર વ્યક્તિની પ્રતિનિધિ તરીકે નિમણૂક કરી''
Published by: OBS Bureau
Last Updated: Aug 18, 2025, 10:25 AM IST

ગઢડાના ભાજપના ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયાએ એક વિચિત્ર પત્ર વાયરલ થતાં વિવાદ વકર્યો છે. તેમણે પોતાના પ્રતિનિધિ તરીકે વલ્લભીપુરના દિલીપભાઈ શેટાની નિમણૂંક કરતો પત્ર વાયરલ થયો છે. વાઈરલ પત્રમા સંકલન સમિતિની બેઠકમાં પ્રતિનિધિની નિમણૂક વાત કરવામાં આવી છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે, ધારાસભ્ય પાસે સમયનો અભાવ હોવાથી પ્રતિનિધિની નિમણૂંક કરી હોવાનું જણાવ્યું છે.


શંભુનાથ ટુંડિયા પ્રતિનિધિ નિમણૂકનો પત્ર

શંભુનાથ ટુંડિયાએ શિહોરના નાયબ કલેક્ટરને એક પત્ર લખીને જણાવ્યું કે, ''સમયના અભાવે તેઓ સંકલન સમિતીની બેઠકમાં હાજર રહી શકશે નહીં અને તેમના બદલે દિલીપભાઈ શેટાને પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવે છે. જો કે, આ મામલા બાદ રાજકીય વર્તુળોમાં હોબાળો મચાવ્યો છે, અને કોંગ્રેસે આ મુદ્દે શંભુનાથ ટુંડિયા પર આકરા પ્રહારો પણ કર્યો છે.


કોંગ્રેસે કર્યા આકરા પ્રહાર

જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પ્રતિનિધિ નિમણૂંક ને ગેર વ્યાજબી ગણાવી અને સંકલનની બેઠકમાં ધારાસભ્યએ હાજર રહેવું જોઈ તેમ જણાવ્યું છે. જો ધારાસભ્ય પાસે મહત્વની બેઠકમાં હાજર રહેવાનો સમય ન હોય તો ધારાસભ્યએ રાજીનામું આપવાની પણ માંગ કરી છે.


''ગઢડા વિધાનસભા વિસ્તાર જે બે જિલ્લામાં વહેચાયેલો છે''

ગઢડાના ધારાસભ્યએ પ્રતિનિધિ નિમણૂંક લેટર વાયરલ મામલે ધારાસભ્યની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, ''ગઢડા વિધાનસભા વિસ્તાર જે બે જિલ્લામાં વહેચાયેલો છે, ગઢડા તાલુકો બોટાદ જિલ્લામા આવે છે તો ઉમરાળા, વલ્લભીપુર ભાવનગર જિલ્લામાં છે અને જિલ્લા સંકલન સમિતિ એકજ સમયે નિર્ધારિત હોવાના કારણે એકજ વ્યક્તિ એકજ સમયે બે જગ્યાએ હાજરી કેવી રીતે આપી શકે? તેટલા માટે મારે મારો ભરોસા પાત્ર વ્યક્તિને મે પ્રતિનિધિ તરીકે નિમણૂંક કરી છે''.


''વિપક્ષનુ કામ છે પાણીમાંથી પોરા કાઢવાનું''

ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા કહ્યું કે, ''વિપક્ષનુ કામ છે પાણીમાંથી પોરા કાઢવાનું, કોંગ્રેસને કહું છું કે તમારી સરકારો હતી ત્યારે સંકલનની કોઈ પધ્ધતિ હતી કે કેમ? કારણ સંકલન સમિતી 1995મા બની હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now