મોટાભાગના લેપટોપ 3-4 વર્ષ ચાલ્યા પછી જૂના થવા લાગે છે, તો કેટલાકનું પરફોર્મન્સ 5-7 વર્ષમાં ખરાબ થવા લાગે છે. જોકે, તેનો અર્થ એ નથી કે તમારે લેપટોપ બદલીને નવું જ લઈ લેવું જોઈએ. આવી સ્થિતિમાં તમે સસ્તી કિંમતના કેટલાક ગેજેટ્સની મદદથી તમારા જૂના લેપટોપને ફરીથી નવા જેવું બનાવી શકો છો. આનાથી લેપટોપ બદલવાની જરૂર પણ નહીં રહે અને પરફોર્મન્સ પણ જબરદસ્ત મળશે. ચાલો જાણીએ કે જૂના લેપટોપમાં નવા જેવી સ્પીડ મેળવવા માટે કયા ગેજેટ્સની જરૂર પડશે.
કૂલિંગ પેડ (Cooling Pad)
જૂના લેપટોપ્સમાં ઓવરહીટિંગની સમસ્યા આવવી સામાન્ય બાબત છે. હેવી ટાસ્ક અને ઘણીવાર બેઝિક કામ દરમિયાન પણ લેપટોપ ગરમ થઈ જાય છે, જેના કારણે આખું સિસ્ટમ સ્લો થઈ જાય છે. એરફ્લો વેન્ટ્સ બંધ થઈ જવા અને કોમ્પ્યુટર ફેન બરાબર કામ ન કરવાને લીધે આ સ્થિતિ સર્જાય છે. આનાથી બચવા માટે તમે Cooling Pad નો ઉપયોગ કરી શકો છો. બજારમાં સરળતાથી મળી રહેતું કૂલિંગ પેડ તમારા લેપટોપને ગરમ થતું બચાવી લેશે.
એક્સટર્નલ માઉસ અને કીબોર્ડ (External Mouse and Keyboard)
લાંબા સમય સુધી લેપટોપ વાપરવાથી તેનું કીબોર્ડ ખરાબ થવાની શક્યતા રહે છે. ઘણીવાર કેટલીક કી કામ કરતી બંધ થઈ જાય છે અને ટ્રેકપેડ પણ ખરાબ થઈ જાય છે. આવા સમયે લેપટોપનું ઓરિજનલ કીબોર્ડ બદલવું મોંઘું પડી શકે છે. તેના બદલે તમે External Keyboard અને Mouse નો ઉપયોગ કરીને આ મુશ્કેલી દૂર કરી શકો છો. આ રીતે તમે કીબોર્ડ રિપ્લેસ કર્યા વગર સસ્તામાં આ સમસ્યાનો ઉકેલ લાવી શકો છો.
USB હબ (USB Hub)
8-10 વર્ષ જૂના લેપટોપમાં વધારે USB પોર્ટ હોતા નથી. જો કોઈમાં પોર્ટ્સ હોય તો પણ તે લેટેસ્ટ સ્ટાન્ડર્ડને સપોર્ટ કરતા નથી. આ કારણે એક જ પોર્ટમાં વારંવાર ડિવાઈસ પ્લગ-ઈન અને પ્લગ-આઉટ કરવા પડે છે. જો તમે પણ આવી સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો USB Hub એક સરળ સમાધાન છે. યુએસબી હબની મદદથી તમે એકસાથે અનેક ડિવાઈસ કનેક્ટ કરી શકશો.
એક્સટર્નલ સ્ટોરેજ (External Storage)
જૂના લેપટોપમાં સ્ટોરેજ ઓછી આવતી હતી, જેના કારણે તે જલ્દી ફૂલ થઈ જાય છે. સ્ટોરેજ ફૂલ થવાથી તેની સીધી અસર લેપટોપની સ્પીડ પર પડે છે. જો તમે પણ સ્ટોરેજની અછત અનુભવી રહ્યા હોવ તો External Storage તમારું કામ આસાન કરી દેશે. આમાં તમને HDD અને SSD એમ બે વિકલ્પો મળશે. HDD કિફાયતી હોય છે, જેમાં તમે પર્સનલ ફાઇલ્સ અને ગેમ્સ સ્ટોર કરી શકો છો, જ્યારે SSD થોડી મોંઘી હોય છે પરંતુ તે વધારે ભરોસાપાત્ર અને ફાસ્ટ હોય છે.




















