Home Tech/Gadgets Gadget News Get Up To 23 Thousand Discount On New Iphone Smartphones

iPhone ના ફોન પર શાનદાર ડિસ્કાઉન્ટ : ક્યાં મોડલ પર કેટલી બચત, જાણો

iPhone ના ફોન પર શાનદાર ડિસ્કાઉન્ટ
Published by: OBS Bureau
Last Updated: Aug 13, 2025, 06:16 AM IST

જો તમે હાલમાં નવો iPhone ખરીદવાનું વિચારી રહ્યા હોય તો, આ તક તમારા માટે છે. Flipkart પર આજથી ફરી Flipkart Freedom Sale શરુ થઇ છે. આ સેલમાં સ્માર્ટફોન થી લઈને લેપટોપ, ટીવી, સ્માર્ટવોચ અને બીજા અન્ય ઉપકરણોમાં સારી એવી બચત થાય તેમ છે. સેલ દરમિયાન, કિંમતમાં ઘટાડો અને બેંક ઓફર્સનો લાભ મળે છે. આ ઉપરાંત, તમે તમારા જૂના અથવા હાલના ફોનને એક્સચેન્જ ઓફરમાં આપીને વધારાની બચત મેળવી શકો છો.

iPhone 15

iPhone 15 ના 128GB સ્ટોરેજ વેરિએન્ટની Flipkart પર કિંમત 64,900 રૂપિયા છે. આ ફોન સપ્ટેમ્બર 2023 માં 79,900 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. બેંક ઓફર્સની વાત કરીએ તો, ICICI બેંક ક્રેડિટ કાર્ડ અથવા SBI ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે, જે પછી અસરકારક કિંમત 61,900 રૂપિયા થશે. આ ઉપરાંત, એક્સચેન્જ ઓફરમાં જૂનો ફોન આપીને કિંમતમાં 54,400 રૂપિયા સુધીનો ઘટાડો કરી શકાય છે. જોકે, ઓફરનો મહત્તમ લાભ એક્સચેન્જમાં આપવામાં આવેલા ફોનની વર્તમાન સ્થિતિ અને મોડેલ પર આધાર રાખે છે. આ ફોન લોન્ચ કિંમત કરતાં 18 હજાર રૂપિયા સસ્તો મળી શકે છે.

iPhone 16 Pro

iPhone 16 Pro ના 128GB સ્ટોરેજ વેરિએન્ટની Flipkart પર કિંમત 1,04,900 રૂપિયા છે. આ ફોન સપ્ટેમ્બર 2024 માં 1,19,900 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. બેંક ઓફર્સની વાત કરીએ તો, ICICI બેંક ક્રેડિટ કાર્ડ અથવા SBI ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે, જે પછી અસરકારક કિંમત 1,01,900 રૂપિયા થશે. આ ઉપરાંત, એક્સચેન્જ ઓફરમાં જૂનો ફોન આપીને કિંમતમાં 71,900 રૂપિયા સુધીનો ઘટાડો કરી શકાય છે. જોકે, ઓફરનો મહત્તમ લાભ એક્સચેન્જમાં આપવામાં આવેલા ફોનની વર્તમાન સ્થિતિ અને મોડેલ પર આધાર રાખે છે. આ ફોન લોન્ચ કિંમત કરતાં 18 હજાર રૂપિયા સસ્તો મળી શકે છે.

iPhone 16 Pro Max

iPhone 16 Pro Max ના 256GB સ્ટોરેજ વેરિએન્ટની Flipkart પર કિંમત 1,24,900 રૂપિયા છે. આ ફોન સપ્ટેમ્બર 2024 માં 1,44,900 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. બેંક ઓફર્સની વાત કરીએ તો, ICICI બેંક ક્રેડિટ કાર્ડ અથવા SBI ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે, જે પછી અસરકારક કિંમત 1,21,900 રૂપિયા થશે. આ ઉપરાંત, એક્સચેન્જ ઓફરમાં જૂનો ફોન આપીને કિંમતમાં 71,900 રૂપિયા સુધીનો ઘટાડો કરી શકાય છે. જોકે, ઓફરનો મહત્તમ લાભ એક્સચેન્જમાં આપવામાં આવેલા ફોનની વર્તમાન સ્થિતિ અને મોડેલ પર આધાર રાખે છે. આ ફોન લોન્ચ કિંમત કરતાં 23,000 રૂપિયા સસ્તો મળી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now