logo-img
From Iphone 17e To New Macbook Apple Will Launch 5 New Products

iPhone 17e થી લઈને નવા MacBook સુધી, Apple લાવશે 5 નવા પ્રોડક્ટસ! : માર્ચ મહિનામાં Apple ના ફેન્સ માટે ખુશખબરી, જાણો કયા પાવરફૂલ ગેજેટ્સ આવશે

iPhone 17e થી લઈને નવા MacBook સુધી, Apple લાવશે 5 નવા પ્રોડક્ટસ!
Published by: Offbeat Team
| Last Updated: Feb 23, 2026, 12:03 PM IST

Apple Experience : એપલ પ્રેમીઓ માટે વર્ષ 2026 ની શરૂઆત ખૂબ જ રોમાંચક રહેવાની છે. એપલ આવતા મહિને વર્ષનો પોતાનો પહેલો મોટો લોન્ચ ઇવેન્ટ યોજવા જઈ રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, આ વખતે કંપની કોઈ સામાન્ય લાઈવસ્ટ્રીમ કરવાને બદલે 'એપલ એક્સપિરિયન્સ' નામે એક ખાસ ઇવેન્ટ યોજશે. જેમાં iPhone 17e સહિત કુલ 5 નવી પ્રોડક્ટ્સ પરથી પડદો ઉઠાવવામાં આવશે.

ઇવેન્ટની તારીખ અને સમય

એપલનો આ ખાસ કાર્યક્રમ 2 માર્ચથી 4 માર્ચ, 2026 દરમિયાન યોજાશે. મુખ્ય ઇવેન્ટ 4 માર્ચના રોજ ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આ ઇવેન્ટ New York, London, અને Shanghai જેવા શહેરોમાં અલગ-અલગ સત્રોમાં યોજવામાં આવશે, જ્યાં પ્રેસના સભ્યોને ખાસ અનુભવ કરાવવામાં આવશે.

iPhone 17e : બજેટ ફ્રેન્ડલી નવો અવતાર

આ ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ iPhone 17e હશે. આ નવો ફોન ગયા વર્ષે ફેબ્રુઆરીમાં લોન્ચ થયેલા iPhone 16e નું અપગ્રેડેડ વર્ઝન હશે. જે યુઝર્સ ઓછી કિંમતમાં લેટેસ્ટ આઈફોન ફીચર્સ વાપરવા ઈચ્છે છે, તેમના માટે આ ફોન શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.

iPad માં આવશે સુપરફાસ્ટ પ્રોસેસર

એપલ આ વખતે બે નવા iPad લોન્ચ કરી શકે છે. iPad Air માં કંપની પાવરફૂલ M4 ચિપસેટ આપશે, જ્યારે એન્ટ્રી-લેવલ iPad માં A18 પ્રોસેસર જોવા મળશે. આ નવા અપડેટ્સ સાથે ટેબ્લેટ વાપરવાનો અનુભવ વધુ ઝડપી અને સ્મૂધ બનશે.

MacBook લાઇનઅપમાં મોટો ફેરફાર

લેપટોપ યુઝર્સ માટે પણ સારા સમાચાર છે. એપલ તેના MacBook Pro અને Air મોડલ્સને અપડેટ કરી રહ્યું છે. જેમાં 14-ઇંચ અને 16-ઇંચની ડિસ્પ્લેવાળા MacBook Pro સામેલ હશે. નવા પ્રોસેસર અને કદાચ ડિઝાઇનમાં પણ થોડો ફેરફાર જોવા મળી શકે છે.

નવો દેખાવ અને આધુનિક ડિઝાઇન

ઇવેન્ટના ઇન્વિટેશનમાં વપરાયેલા રંગો પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે નવા MacBook ની ડિઝાઇનમાં કંઈક નવું જોવા મળશે. એપલ તેની લેટેસ્ટ સિલિકોન ટેકનોલોજીને હવે મિડ-રેન્જ પ્રોડક્ટ્સમાં પણ લાવી રહ્યું છે, જે સામાન્ય યુઝર્સ માટે ફાયદાકારક રહેશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now