Home Tech/Gadgets From Iphone 17e To Macbook Pro In Apple 2026 Know The Complete Information

Apple 2026 માં કરશે નવા પ્રોડક્ટસનો વરસાદ! : iPhone 17e થી MacBook Pro સુધી, જાણો સંપૂર્ણ માહિતી

Apple 2026 માં કરશે નવા પ્રોડક્ટસનો વરસાદ!
Published by: OBS Bureau
Last Updated: Jan 02, 2026, 07:09 AM IST

Apple will launch many products in 2026: એપલ નવા વર્ષ 2026 માં બજારમાં ધૂમ મચાવવાની તૈયારી કરી રહ્યું છે. કંપની 2026 માં તેની 50 મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. પરિણામે, કંપની બજારમાં નવા પ્રોડક્ટસ રજૂ કરી શકે છે. Cupertino સ્થિત ટેક જાયન્ટ આ વર્ષની શરૂઆતમાં તેની 50 મી વર્ષગાંઠ નિમિત્તે iPhone 17e સહિત અનેક પ્રોડક્ટસ રજૂ કરે તેવી અપેક્ષા છે.

iPhone 18 Series

દુનિયાભરના ચાહકો Apple ની iPhone સિરીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કંપનીની iPhone 18 સિરીઝ આ વર્ષે લોન્ચ થવાની છે. આ સિરીઝમાં, બધાનું ધ્યાન iPhone 18 Pro અને iPhone 18 Pro Max મોડલો પર રહેશે, જે iPhone ની કોઈપણ સિરીઝના મુખ્ય સ્માર્ટફોન મોડલો હોય છે.

iPhone 18 Pro Max

રિપોર્ટ્સ મુજબ, iPhone 18 Pro Max માટે ડિઝાઇનમાં મોટો ફેરફાર કરી શકે છે. કંપનીએ iPhone 17 Pro સિરીઝમાં કેમેરા મોડ્યુલની ડિઝાઇનમાં ફેરફાર કર્યો છે. આ ટ્રેન્ડ આગામી સિરીઝમાં પણ જોવા મળી શકે છે. ડિઝાઇનની સાથે નવા એટ્રેક્ટિવ કલર અને શાનદાર વેરિઅન્ટ રજૂ કરવામાં આવી શકે છે. Face-ID ને અંડર-ડિસ્પ્લે સ્કેનર દ્વારા બદલી શકાય છે. રિપોર્ટ્સ છે કે કંપની ડાયનેમિક આઇલેન્ડને દૂર કરી શકે છે. નવા મોડલો કંપનીના A20 ચિપસેટ અને A20 Pro ચિપસેટથી સાથે આપવામાં આવી શકે છે.

iPhone 17e

iPhone 17 સિરીઝમાં કંપનીનું નવું અને સસ્તું મોડલ iPhone 17e છે, આ વર્ષની શરૂઆતમાં લોન્ચ થવાની અપેક્ષા છે. આ સ્માર્ટફોનમાં A19 ચિપ મળે તેવી શક્યતા છે. હાલના રિપોર્ટ્સ અનુસાર, સ્માર્ટફોનમાં LTPS OLED ડિસ્પ્લે હશે, જેમાં પાતળા બેઝલ્સ હશે. ફોનમાં 48mp નો રીઅર કેમેરા હોવાની અપેક્ષા છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે, ફોનમાં 18mp નો ફ્રન્ટ કેમેરા હોઈ શકે છે.

MacBook Pro

કંપની આ વર્ષે MacBook Pro માં મોટો ફેરફાર કરી શકે છે. નવા MacBook માં OLED ડિસ્પ્લે હોઈ શકે છે. તેમાં ટચ સપોર્ટ પણ સામેલ હોવાના પણ રિપોર્ટ્સ આવી રહ્યા છે. નવા ડિસ્પ્લેનો ઉપયોગ MacBook M6 Pro અને MacBook M6 Max માં થઈ શકે છે, જ્યારે સ્ટાન્ડર્ડ વર્ઝનમાં IPS પેનલ હોવાની શક્યતા છે.

Apple AI glasses

કંપનીના આગામી પ્રોડક્ટ લાઇનઅપમાં Apple AI glasses નો પણ સમાવેશ થાય છે. કંપની તેના હરીફો સાથે કોમ્પિટિશન કરવાની સ્થિતિમાં હોય તેવું લાગે છે. રિપોર્ટ્સ સૂચવે છે કે, આગામી AI glasses ચશ્મા Meta Ray-Bans સાથે કોમ્પિટિશન કરી શકે છે. તેમાં બિલ્ટ-ઇન કેમેરા, સ્પીકર અને AI ફીચર્સ હોવાની અપેક્ષા છે. વધુમાં, નવા AI ચશ્મા યુઝર્સને કૉલ કરવા, ફોટા ક્લિક કરવા અને વૉઇસ કમાન્ડ આપવા માટે પરવાનગી આપશે.

iPad Mini

કંપની iPad Mini માં એક મોટું અપગ્રેડ રજૂ કરે તેવી અપેક્ષા છે. આ આગામી ટેબ્લેટમાં OLED ડિસ્પ્લે હોવાની અપેક્ષા છે અને તેમાં વોટર રેઝિસ્ટન્સ જેવા પ્રીમિયમ ફીચર્સ પણ સામેલ હોઈ શકે છે. આ ટેબ્લેટમાં A20 Pro ચિપસેટ હોવાની અપેક્ષા છે. તે આ વર્ષના અંતમાં લોન્ચ થવાની અપેક્ષા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now