Home Tech/Gadgets Free Incoming Calls For 49 Rupees For Life Is The Facility Still Available Where Did The Recharge

49 રૂપિયામાં જિંદગીભર Free ઇનકમિંગ કોલ : શું હજુ પણ મળી રહી છે આ સુવિધા? ક્યાં ખોવાઈ ગયા આ રિચાર્જ?

49 રૂપિયામાં જિંદગીભર Free ઇનકમિંગ કોલ
Published by: Viral Patel
| Last Updated: Mar 23, 2026, 01:26 PM IST

Mobile Recharge History: મોબાઈલ રિચાર્જ પ્લાન્સમાં હવે એ વાત નથી રહી જે એક જમાનામાં હતી. ગ્રાહકોને પોતાની તરફ ખેંચવા માટે ટેલિકોમ કંપનીઓ વચ્ચે જબરદસ્ત સ્પર્ધા જોવા મળતી હતી. 2010ના દાયકામાં દિગ્ગજ કંપની એરટેલ (Airtel) 49 રૂપિયાનો એક પ્રીપેડ પ્લાન લાવી હતી, જેની સાથે આજીવન (Lifetime) ફ્રી વેલિડિટીનો વાયદો હતો. ત્યારે ભારતમાં 3G મોબાઈલ નેટવર્ક હતું. ઘણા લોકોએ આ રિચાર્જ એ આશામાં કરાવ્યું હતું કે તેમને ક્યારેય ફરીથી ફોન રિચાર્જ નહીં કરાવવો પડે અને ઓછામાં ઓછા કોલ તો રિસીવ કરી જ શકાશે.

પરંતુ સમય પસાર થવાની સાથે આ પ્લાન ક્યાંય ગાયબ થઈ ગયો. આજે પણ ઘણા લોકો આ પ્લાન વિશે ચર્ચા કરે છે. એ સ્પષ્ટ નથી કે જે લોકોએ આ રિચાર્જ કરાવ્યું હતું, શું તેમને આજે પણ લાઈફટાઈમ ઇનકમિંગ કોલની સુવિધા મળે છે? ચાલો જાણીએ એવા જ કેટલાક રિચાર્જ પ્લાન્સ વિશે જેમણે લોકોમાં ભારે લોકપ્રિયતા મેળવી હતી.

એરટેલનો 49 રૂપિયાનો પ્લાન

2010ના દાયકામાં એરટેલે આ પ્લાન સૌથી પહેલા તમિલનાડુ સર્કલ માટે લોન્ચ કર્યો હતો. નવા ગ્રાહકો માટે પ્લાનની કિંમત 49 રૂપિયા અને જૂના ગ્રાહકો માટે 48 રૂપિયા હતી. આ પ્લાન સાથે લોકોને આજીવન મફત ઇનકમિંગ (Free Incoming) આપવાનો વાયદો કરાયો હતો. આ એક 'વેલ્યુ એડેડ સર્વિસ' (VAS) હતી. ત્યારે એરટેલે શરત રાખી હતી કે લાઈફટાઈમ બેનિફિટ ચાલુ રાખવા માટે ગ્રાહકોએ દર 180 દિવસે ઓછામાં ઓછું 200 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. ત્યારબાદ કંપની 999 વાળો પ્લાન પણ લાવી હતી, જેમાં કોઈ પણ રિચાર્જ વગર ઇનકમિંગ ફ્રી હતું.

1 પૈસા પ્રતિ સેકન્ડ વાળો પ્લાન

ટાટા ડોકોમોએ (Tata Docomo) ટેલિકોમ ક્ષેત્રમાં કદમ રાખતા જ સનસનાટી મચાવી દીધી હતી. કંપની '1 પૈસા પ્રતિ સેકન્ડ' વાળો પ્લાન લાવી હતી. જેનો અર્થ હતો કે જેટલી સેકન્ડ વાત કરો એટલા જ પૈસા ચૂકવો. 10 સેકન્ડ માટે 10 પૈસા અને 60 સેકન્ડ માટે 60 પૈસા. આ પ્લાને ગ્રાહકો પર જબરદસ્ત છાપ છોડી, કારણ કે ત્યારે 1 કે 2 રૂપિયા પ્રતિ મિનિટ વાળા કોલિંગ પ્લાન ચાલતા હતા. એરસેલ (Aircel) પણ આવું જ રિચાર્જ લાવી હતી.

995 રૂપિયામાં આજીવન ફોન ચલાવો

અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન (RCom) યાદ હોય તો એ પણ ધ્યાન હશે કે કંપનીએ 995 રૂપિયાનું એક એવું રિચાર્જ બહાર પાડ્યું હતું, જેની સાથે આજીવન ઇનકમિંગ ફ્રી હતી. ગ્રાહકોએ ક્યારેય કોઈ રિચાર્જ કરાવવાનું નહોતું. શરૂઆતમાં કંપની CDMA સિમ વેચતી હતી, તેથી વધુ ગ્રાહકો મેળવવામાં મુશ્કેલી પડી, પણ બાદમાં તેમણે GSM સિમ પણ લોન્ચ કર્યું હતું.

Ideaનો 'એક મિનિટ ફ્રી' પ્લાન

આજની 'વોડાફોન-આઈડિયા' અને તે સમયની માત્ર 'આઈડિયા' કંપનીએ 2005-06માં અમુક સર્કલમાં ખાસ ઓફર કાઢી હતી. જે હેઠળ પ્રથમ એક મિનિટ વાત મફત થતી હતી અને ત્યારબાદ ચાર્જ લાગતો હતો. કોલેજના યુવાનોમાં આ રિચાર્જ ખૂબ લોકપ્રિય હતું. નોકિયા 1100 મોબાઈલ રાખતા યુવાનો અવારનવાર 58 કે 59 સેકન્ડમાં કોલ કાપીને ફરીથી ફોન જોડતા હતા, જેથી તેમને એક પણ રૂપિયો આપવો ન પડે.

BSNLના 2 સિમ પર Free વાત

શરૂઆતમાં સરકારી કંપની BSNLના સિમ સરળતાથી મળતા નહોતા. ખાનગી કંપનીઓના આવ્યા પછી તે પણ મેદાનમાં ઉતરી. 2007-08માં કંપનીએ એક સ્કીમ કાઢી હતી, જેના હેઠળ બે BSNL સિમ વચ્ચે ફ્રીમાં વાતચીત થતી હતી. આ પ્લાન પણ ખૂબ હિટ રહ્યો હતો. એ સમયે ઘણા કપલ્સ અને એવા પરિવારોએ આ પ્લાન લીધો હતો જેમના બાળકો ભણવા માટે બીજા શહેરમાં રહેતા હતા.

એ સમયે આવતા તમામ રિચાર્જમાં ફક્ત કોલિંગ બેનિફિટ્સ મળતા હતા અને ડેટા (ઇન્ટરનેટ) મળતો નહોતો. આજે ટેલિકોમ કંપનીઓ પુષ્કળ અને સસ્તો ડેટા આપી રહી છે, પરંતુ 'ઇનકમિંગ કોલ ચાલુ રહે' તેવા સસ્તા લાઈફટાઈમ પ્લાન્સ હવે બજારમાંથી ગાયબ થઈ ગયા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

iPhone 17e અને iPhone 16 માંથી કયો ફોન ખરીદવો બેસ્ટ રહેશે?: જાણો કયો આઈફોનમાં છે દમદાર ફીચર્સ

iPhone 17e અને iPhone 16 માંથી કયો ફોન ખરીદવો બેસ્ટ રહેશે?

Samsung, Realme અને Poco ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો બેસ્ટ?: જાણો કયો ફોન આપશે દમદાર બેટરી અને શાનદાર કેમેરા

Samsung, Realme અને Poco ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો બેસ્ટ?

WhatsApp પર મેસેજ ડિલીટ કરવાનું ટેન્શન હવે ખતમ!: આવી રહ્યું છે આ જોરદાર ફીચર, જાણો કેવી રીતે કરશે કામ

WhatsApp પર મેસેજ ડિલીટ કરવાનું ટેન્શન હવે ખતમ!

Samsung Galaxy S25 FE ખરીદવાની આ છે ઉત્તમ તક!: ફ્લેગશિપ સ્માર્ટફોન પર બમ્પર ઓફર, જાણો કિંમત અને ફીચર્સ

Samsung Galaxy S25 FE ખરીદવાની આ છે ઉત્તમ તક!