અમદાવાદ:શાહપુરમાં રહેતા અજય દાતણીયા ડીજેનો ધંધો કરે છે. જ્યારે તેમને છોટાહાથી ગાડીમાં ડીજે સિસ્ટમ લગાવી ભાડે વગાડવાનું કામ કરે છે. તેમને દુકાનના આગળના ભાગે તેમની ગાડી પાર્ક કરી હતી. ત્યારે ગત 21મેએ રાત્રીના સમયે ડી.જે. સિસ્ટમવાળી છોટાહાથીમાં આગ લાગેલ હતી. જેથી આસપાસના લોકોએ ફાયરબ્રિગ્રેડને જાણ કરતા ફાયરની એક ગાડીએ આવીને પાણીનો મારો કરીને આગ બૂઝાવી હતી.
આગમાં કુલ રૂ. 1.75 લાખનું નુકસાન થયુ હતુ. ત્યારે તપાસ કરતા ધ્રુવ દાતણીયા, જીવણ અને અજાણ્યા બે શખ્સોએ અગાઉની અદાવતમાં આગ લગાવી હોવાની અજયભાઇએ શંકા વ્યક્ત કરી હતી. આ અંગે અજયભાઇએ ચારેય શખ્સો સામે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






