ગુજરાતમાં હાલ ચૂંટણીની મોસમ છે. એક તરફ પેટા ચૂંટણી તો બીજી તરફ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે કડી અને વિસાવદરની પેટા ચૂંટણીમાં ઉમેદવારોના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. એટલે કે 2 જૂન 2025 સુધી આટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.
1. ચાવડા જગદીશભાઈ ગણપતભાઈ
આમ આદમી પાર્ટી
૨૪-કડી (અ.જા.)
2. રમેશભાઈ મગનભાઈ ચાવડા
ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ
૨૪-કડી (અ.જા.)
3 સુહાગ રમેશભાઈ ચાવડા
ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ
૨૪-કડી (અ.જા.)
4 પ્રવિણભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ
ભારતીય જન પરિષદ
૨૪-કડી (અ.જા.)
5 મકવાણા દશરથભાઈ ગણપતભાઈ
આપકી આવાઝ પાર્ટી
૨૪-કડી (અ.જા.)
6 રાજેન્દ્રકુમાર દાનેશ્વર ચાવડા
ભારતીય જનતા પાર્ટી
૨૪-કડી (અ.જા.)
7 પિયુષ કરશનભાઈ સોલંકી
ભારતીય જનતા પાર્ટી
૨૪-કડી (અ.જા.)
8 અલ્પેશભાઈ જશુભાઈ પરમાર
માલવા કોંગ્રેસ
૨૪-કડી (અ.જા.)
9 નાગેશકુમાર ગણપતભાઈ ઝાલા
અપક્ષ
૨૪-કડી (અ.જા.)
10 સેનમા ભરતકુમાર ગાભુભાઈ
અપક્ષ
૨૪-કડી (અ.જા.)
11. દલસુખભાઈ વશરામભાઈ હીરપરા
અપક્ષ
૮૭-વિસાવદર
12 ગોપાલભાઈ ગોરધનભાઈ ઈટાલીયા
આમ આદમી પાર્ટી
૮૭-વિસાવદર
13 હરેશભાઈ છગનભાઈ સાવલીયા
આમ આદમી પાર્ટી
૮૭-વિસાવદર
14 અનિલભાઈ નરેન્દ્રભાઈ ચાવડા
ન્યુ ઈન્ડીયા યુનાઈટેડ પાર્ટી
૮૭-વિસાવદર
15 પરમાર રાજેશકુમાર પ્રેમજીભાઈ
અપક્ષ
૮૭-વિસાવદર
16 કલ્પનાબેન અનિલભાઈ ચાવડા
ભારતીય જન પરિષદ
૮૭-વિસાવદર
17 કિરીટ બાલુભાઈ પટેલ
ભારતીય જનતા પાર્ટી
૮૭-વિસાવદર
૧૮ રમણીકભાઈ જીવરાજભાઈ દુધાત
ભારતીય જનતા પાર્ટી
૮૭-વિસાવદર
૧૯ કિશોરભાઈ ગોબરભાઈ કાનકડ
પ્રજાશક્તિ ડેમોક્રેટીક પાર્ટી
૮૭-વિસાવદર
૨૦ રજનીકાંત પોપટભાઈ વાધાણી
અપક્ષ
૮૭-વિસાવદર
૨૧ રાણપરીયા નિતીનકુમાર લખમણભાઈ
ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ
૮૭-વિસાવદર
૨૨ ચંદ્રીકાબેન કરશનભાઈ વાડદોરીયા
ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ
૮૭-વિસાવદર
૨૩ યુનુસભાઈ હુસુનભાઈ સોલંકી
અપક્ષ
૮૭-વિસાવદર
૨૪ હિતેશભાઈ પ્રેમજીભાઈ વઘાસીયા
અપક્ષ
૮૭-વિસાવદર
૨૫ સોલંકી રોહિત બધાભાઈ
અપક્ષ
૮૭-વિસાવદર
૨૬ તુલશીભાઈ મનુભાઈ લાલૈયા
અપક્ષ
૮૭-વિસાવદર
૨૭ સુરેશકુમાર જયંતીભાઈ માળવીયા
અપક્ષ
૮૭-વિસાવદર
૨૮ બિનલકુમાર વિષ્ણુભાઈ પટેલ
આપકી આવાઝ પાર્ટી
૮૭-વિસાવદર
૨૯ પ્રજાપતિ ભરતભાઈ સવજીભાઈ
અપક્ષ
૮૭-વિસાવદર
૩૦ ટાંક સંજય હિતેષભાઈ
અપક્ષ
૮૭-વિસાવદર
૩૧ રાજ પ્રજાપતિ
અપક્ષ
૮૭-વિસાવદર
૩૨ નિરૂપાબેન નટવરલાલ માધુ
અપક્ષ
૮૭-વિસાવદર
મહત્વનું છે આ વખતે વિસાવદરની બેઠક પર ત્રિપાંખીયો જંગ જામશે. કારણ કે ભાજપ, કૉંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે. આ પહેલાં વિસાવદરની બેઠક પર 2022માં ભૂપત ભાયાણી AAPથી જીત્યા હતા. પરંતુ ત્યાર પછી તેઓએ પક્ષ પલટો કરતાં ભાજપમાં આવ્યા અને સીટ ખાલી પડી. જ્યારે વિસાવદરની બેઠક પર 2007 પછી ભાજપ જીતી શક્યું નથી. એટલે વિસાવદરમાં ખરાખરીનો જંગ જામવાનો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ વિસાવદરમાં ઉમેદવારી ભરતી વખતે ઉપસ્થિત રહ્યાં હતા અને તે પહેલા રોડ શો કરી શક્તિપ્રદર્શન કર્યું હતુ. તો બીજી તરફ કડીમાં આ વખતે ચાવડા વર્સિસ ચાવડાની ટક્કર જોવા મળી રહી છે. જોકે કડીની બેઠક પૂર્વ નાયબ મુખ્યુપ્રધાન નીતિન પટેલનો ગઢ માનવમાં આવે છે.
હવે જોવાનું એ રહેશે જનતા વિશ્વાસ કયા ઉમેદવાર પર વ્યક્ત કરે છે.
અમદાવાદ માટે કોંગ્રેસનો 'માસ્ટર પ્લાન'!: સ્થાનિક ચૂંટણી માટે કોંગ્રેસે બહાર પાડ્યો મેનિફેસ્ટો, જાણો શું છે વાયદા





