ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. તેઓ એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AI-171માં મુસાફરી કરી રહ્યાં હતા, જે ટેકઓફ થયાની થોડી જ મિનિટોમાં ક્રેશ થઈ ગયું હતું.
અંકશાસ્ત્રમાં ઘણાબધા લોકો વિશ્વાસ કરતા હોય છે. અનેક લોકો પોતાના લકી નંબર પર નસીબ અજમાવતા હોય છે. પરંતુ આ લકી નંબર ક્યારે અનલકી થઈ જાય તે તો નસીબ જ કહેવાય. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જે નંબરને લકી ગણતા હતા, તે જ નંબરની તારીખે તેમનો જીવ ગયો છે.
વિજય રૂપાણીનો લક્કી નંબર અનલકી સાબિત થયો છે. વિજય રૂપાણીની દરેક ગાડીઓનો નંબર 1206 હતો. તેમની દરેક ગાડીની નંબર પ્લેટ 1206 નંબરની હતી. એટલું જ નહીં વિજય રૂપાણી એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઈટમાં જે સીટ પર બેઠા હતા તેનો નંબર પણ 12 હતો. બીજી વાત કરીએ તો, વિજય રૂપાણીનો બોર્ડિંગ ટાઈમ પણ 12.10 વાગ્યાનો હતો. જે બતાવે છે કે, 12 નંબર સાથે તેમનો કેટલો લગાવ છે. પરતું હકીકત એ પણ છે કે 12 જુનની તારીખે જ વિજય રૂપાણી દુર્ઘટનાનો ભોગ બન્યા અને તેમણે જીવ ગુમાવ્યો છે.
વિજય રૂપાણી પુત્રીને મળવા માટે લંડન જવા રવાના થયા હતાં. તેઓ પોતે નમ્ર અને સરળ વ્યક્તિત્વ ધરાવતા નેતા તરીકે જાણાતા. તેઓએ મુખ્યમંત્રી તરીકે સાવજટભર્યો કાર્યકાળ ભોગવ્યો હતો અને ખાસ કરીને ભાજપના આંતરિક સંગઠનમાં શક્તિશાળી સંપર્કો ધરાવતા હતાં.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






