Valentine's Weekની શરૂઆતની સાથે જ લોકપ્રિય ઈ-કોમર્સ પ્લેટફોર્મ Flipkart પર Valentine’s Sale લાઈવ થઈ ગયો છે. આ સેલમાં વિવિધ ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સની સાથે સ્માર્ટફોન્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સૌથી વધુ ચર્ચા લેટેસ્ટ iPhone 17 ની થઈ રહી છે જેના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નથિંગનો પ્રીમિયમ સ્માર્ટફોન હવે અડધી કિંમતે ઉપલબ્ધ છે. ગ્રાહકો પોતાના જૂના ફોનને એક્સચેન્જ કરીને વધારાનું બોનસ પણ મેળવી શકે છે. આ સેલમાં Apple ઉપરાંત Samsung, Oppo, Vivo અને Nothing જેવી બ્રાન્ડ્સ પર પણ શાનદાર ડીલ્સ મળી રહી છે.
iPhone 17 પર મળી રહ્યું છે ખાસ ડિસ્કાઉન્ટ
Flipkart Valentine’s Sale 2026માં iPhone 17ના 128GB વેરિઅન્ટની અસરકારક કિંમત ₹74,900 રાખવામાં આવી છે. આ ફોનની મૂળ કિંમત ₹82,900 છે પરંતુ સેલમાં ₹5,000નું એક્સચેન્જ બોનસ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જો ગ્રાહકો Flipkart Axis બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે તો તેમને ₹4,000 નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. ફ્લિપકાર્ટ દ્વારા ડિવાઇસ પર ₹53,050 સુધીની એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે જે જૂના ફોનની કન્ડિશન પર આધારિત છે. આ તમામ ઓફર્સને જોડીને ગ્રાહકો અત્યંત સસ્તી કિંમતે આઈફોન ખરીદી શકે છે. જ્યારે iPhone 17 Pro Max મોડેલ ₹1,48,400 માં ઉપલબ્ધ છે.
Nothing Phone (3) પર અડધી કિંમતની ઓફર
આ સેલની સૌથી ધમાકેદાર ડીલ Nothing Phone (3) પર જોવા મળી રહી છે. અંદાજે 80 હજાર રૂપિયાની કિંમતે લોન્ચ થયેલો આ પ્રીમિયમ સ્માર્ટફોન સેલ દરમિયાન 50 ટકા ડિસ્કાઉન્ટ સાથે માત્ર ₹39,999 માં મળી રહ્યો છે. નથિંગના યુનિક ડિઝાઇન અને પ્રીમિયમ ફીચર્સના ચાહકો માટે આ અત્યાર સુધીની શ્રેષ્ઠ તક છે.
અન્ય ફ્લેગશિપ અને બજેટ સ્માર્ટફોન પરની ડીલ્સ
ફ્લિપકાર્ટના આ વેલેન્ટાઈન સેલમાં અન્ય પ્રીમિયમ ફોન્સની કિંમતોમાં પણ ગાબડા પડ્યા છે. Samsungનો ફ્લેગશિપ Galaxy S24 માત્ર ₹42,999 માં મળી રહ્યો છે. તે જ રીતે Vivo X200T 5G ને ₹59,999 અને Google Pixel 9a ને ₹36,999 માં ખરીદી શકાશે. બજેટ અને મિડ-રેન્જ સેગમેન્ટમાં Realme P3x ₹12,999, Moto G86 Power ₹16,999 અને Poco M8 5G ₹16,999માં ઉપલબ્ધ છે. આ ઉપરાંત Motorola Edge 70ની કિંમત ₹31,999 રાખવામાં આવી છે. ટેક પ્રેમીઓ માટે આ સેલ નવો સ્માર્ટફોન અપગ્રેડ કરવા માટે સૌથી યોગ્ય સમય સાબિત થઈ શકે છે.




















