Home Gujarat Fireman Dies At Scene Of Gandhinagar Hit And Run Incident

ગાંધીનગર હિટ એન્ડ રનની ઘટના : કારચાલકે એક્ટીવાને મારી ટક્કર, ઘટના સ્થળે ફાયરમેન યુવકનું મોત

ગાંધીનગર હિટ એન્ડ રનની ઘટના
Published by: OBS Bureau
Last Updated: Jun 05, 2025, 02:03 PM IST

ગાંધીનગરના સેક્ટર 12માં આવેલી સિવિલ હોસ્પિટલ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં 20 વર્ષીય કારચાલકે એક્ટિવા લઇને જઇ રહેલા ફાયરમેનને પાછળ ટક્કર મારતાં એક્ટિવા ચાલક નીચે પટકાતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું.  જોકે કારચાલકે ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ ટોળાને કાર ચાલકને પકડી પાડ્યો હતો. 


મળતી માહિતી અનુસાર ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પાસે આજે બપોરે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પથિકા સર્કલથી વાવોલ રોડ ઉપર એક્ટિવા લઈ ઊભેલા યુવક ને બ્રેઝા કારે ટક્કર મારી. જેમાં ફાયરમેન કરણસિંહ ડોળ ગ- ૩ રોડ તરફથી ઘ-૩ તરફ જઈ રહ્યા હતા. ફાયરમેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

જોકે, કારચાલક આરોપી કિશન ચૌધરીને હાજર પબ્લિકે પોલીસવે હવાલે કર્યો છે. આરોપી હાલ પોલીસ સ્ટેશનમાં છે. મૃતક કરણસિંહના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી તેમના પરિવારને આપવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now