Home Gujarat Fire Department Conducts Mock Drill Before Jal Yatra In Sabarmati River

Rathyatra 2025: જળયાત્રા પૂર્વે ફાયર વિભાગની મોકડ્રીલ : નદીમાં ડુબવાથી લઈ રેક્સ્યુ અને હોસ્પિટલ સુધીની વ્યવસ્થાની ચકાસણી

Rathyatra 2025: જળયાત્રા પૂર્વે  ફાયર વિભાગની મોકડ્રીલ
Published by: OBS Bureau
Last Updated: Jun 10, 2025, 12:04 PM IST

Ahemdabad Sabarmati River: અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા જળયાત્રા થાય છે. આ વખતે પણ 148મી રથયાત્રા પહેલા જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરની સાબરમતી નદીમાં ગંગાપૂજન થાય છે. ત્યારે શહેરના ફાયર વિભાગે જળયાત્રા પહેલા સ્થળ પર મોકડ્રીલ યોજી હતી. ચકાસણીના ભાગરૂપે યોજાયેલી મોકડ્રીલમાં નદીમાં ડૂબવાથી લઈને રેસ્ક્યૂ સુધીની વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી.

રથયાત્રા પૂર્વે ફાયર વિભાગનું મોક ડ્રીલ
અમદાવાદના ફાયર વિભાગે જળયાત્રાના સ્થળ પર યોજેલી મોકડ્રીલમાં નદીમાં ડૂબવાથી લઈને રેસ્ક્યૂ સુધીની વ્યવસ્થાની ચકાસણી કરી હતી. આ દરમિયાન એમ્બ્યુલન્સ,ફાયરની ટીમ સહિતની પૂરતી વ્યવસ્થા તૈયાર રખાઈ હતી. જળયાત્રામાં ડૂબવાની કે, કોઈ અઘટિત ઘટના બને તો ફાયર વિભાગે તેના માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. નદીમાં ડુબવાથી લઈ રેક્સ્યુ અને હોસ્પિટલ સુધીની વ્યવસ્થાની મોકડ્રિલ કરાઈ હતી.

રથયાત્રા પહેલા શહેરની સાબરમતિ નદીમાં જળયાત્રા થાય છે. નદીમાં મંદિરના મહંત અને ટ્રસ્ટીઓ સહિતના લોકો ગંગાપૂજન કરે છે. આ જળયાત્રામાં દર વર્ષે ભક્તોનો જમાવડો થાય છે. તેમાં સાધુ સંતો, રાજકીય નેતાઓ અને મંદિરના મહંત સહિતના લોકો જોડાય છે. આ દરમિયાન નદીમાં કોઈ ડૂબવાની કે અન્ય દુર્ઘટના થાય નહીં તે માટે ફાયર વિભાગે તૈયારીઓના ભાગ રૂપે આ મોકડ્રીલ યોજી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now