Latest Smartphone : iQOO એ ભારતમાં એક નવો સસ્તો સ્માર્ટફોન iQOO Z11X 5G લોન્ચ કર્યો છે, જે Oppo ના A6 5G અને Poco ના M8 5G ને કોમ્પિટિશન આપી રહ્યો છે. iQOO Z11x 5G માં ઓક્ટા કોર મીડિયાટેક ડાયમેન્સિટી 7400 ટર્બો પ્રોસેસર આપવામાં આવ્યું છે. જ્યારે Oppo A6 5G માં મીડિયાટેક ડાયમેન્સિટી 6300 પ્રોસેસર છે. જ્યારે Poco M8 5G માં ઓક્ટા કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 6 Gen 3 પ્રોસેસર આપેલ છે. જાણો આ ત્રણેય ફોન વિશેની સંપૂર્ણ માહિતી.
iQOO Z11X 5G or Oppo A6 5G or Poco M8 5G
કિંમત અને સ્ટોરેજ
iQOO Z11X 5G ની કિંમત 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹18,999, 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹20,999 અને 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹22,999 છે.
Oppo A6 5G ની કિંમત 4GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹17,999, 6GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹19,999 અને 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹21,999 છે.
Poco M8 5G ની કિંમત 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹17,999 છે.
ડિસ્પ્લે અને રિઝોલ્યુશન
iQOO Z11x 5G માં 6.76-ઇંચની FullHD+ ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 2408×1080 પિક્સેલ છે, 120Hz રિફ્રેશ રેટ છે અને 1200 nits સુધી પીક બ્રાઇટનેસ છે.
Oppo A6 5G માં HD+ રિઝોલ્યુશન સાથે 6.75-ઇંચની LCD ડિસ્પ્લે છે, 120Hz રિફ્રેશ રેટ છે અને 900 nits સુધી પીક બ્રાઇટનેસ છે.
Poco M8 5G માં 6.77-ઇંચની 3D કર્વ્ડ AMOLED ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન ફુલ HD+ છે, 120Hz રિફ્રેશ રેટ છે અને 3,200 nits સુધી પીક બ્રાઇટનેસ છે.
Also Read: Samsung Galaxy A55 5G પર મોટી બચત! જાણો નવી કિંમત અને ઓફર
પ્રોસેસર
iQOO Z11x 5G માં ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 7400 ટર્બો પ્રોસેસર છે.
Oppo A6 5G માં મીડિયાટેક ડાયમેન્સિટી 6300 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
Poco M8 5G માં ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 6 Gen 3 પ્રોસેસર આપેલ છે.
ઓપરેટિંગ સિસ્ટમ
iQOO Z11x 5G, Android 16 પર બેસ્ડ OriginOS 6 પર ચાલે છે.
Oppo A6 5G, Android 15 પર બેસ્ડ ColorOS 15 કસ્ટમ સ્કિન પર કામ કરે છે.
Poco M8 5G, Android 15 પર બેસ્ડ HyperOS 2 પર ચાલે છે.
કેમેરા સેટઅપ
iQOO Z11x 5G માં f/1.8 અપર્ચર સાથે 50mp નો મુખ્ય કેમેરો અને પાછળના ભાગમાં f/2.4 અપર્ચર સાથે 2mp નો ડેપ્થ કેમેરો છે. તેમાં સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે f/2.45 અપર્ચર સાથે 32mp નો ફ્રન્ટ કેમેરો છે.
Oppo A6 5G માં 50mp નો મુખ્ય કેમેરો અને પાછળના ભાગમાં 2mp નો સેકન્ડરી કેમેરો છે. તેમાં સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 8mp નો ફ્રન્ટ કેમેરો છે.
Poco M8 5G માં 50mpનો મુખ્ય કેમેરો અને પાછળના ભાગમાં 2mp નો સેકન્ડરી કેમેરો છે. તેમાં સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 20mp નો ફ્રન્ટ કેમેરો છે.
કનેક્ટિવિટી ઓપ્શન
iQOO Z11x 5G માં ડ્યુઅલ સિમ, 5G, 4G VoLTE, Wi-Fi 6, Bluetooth 5.4, GPS અને USB Type-C 2.0 પોર્ટનો સમાવેશ થાય છે.
Oppo A6 5G માં ડ્યુઅલ સિમ સપોર્ટ, Wi-Fi 5, Bluetooth 5.4 અને Type-C પોર્ટ મળે છે.
Poco M8 5G માં 5G, ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi 6, Bluetooth 5.1, GPS અને USB Type-C પોર્ટ મળે છે.
બેટરી બેકઅપ
iQOO Z11x 5G માં 44W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 7,200mAh ની બેટરી છે.
Oppo A6 5G માં 45W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 7,000mAh ની બેટરી મળે છે.
Poco M8 5G માં 45W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સાથે 5,520mAh બેટરી આપવામાં આવે છે.
તમારા માટે શું સારું છે?
જો તમને મોટી બેટરી અને શાનદાર સેલ્ફી જોઈએ છે, તો iQOO Z11X 5G લો.
જો તમને કર્વ્ડ AMOLED ડિસ્પ્લે ગમે છે, તો Poco M8 5G શ્રેષ્ઠ છે.
જો તમે Oppo ની બ્રાન્ડ વેલ્યુ અને મજબૂત બેટરી ઈચ્છો છો, તો Oppo A6 5G પસંદ કરી શકો છો.




















