દિલ્હીથી રાંચી જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટને ઉડાન બાદ દિલ્હી પાછી વાળવામાં આવી હતી. આ ફ્લાઇટ સાંજે 6:20 વાગ્યે રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર લેન્ડ થવાની હતી જોકે ઉડાન પછી તેને દિલ્હી પાછી વાળવામાં આવી હતી. એર ઇન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ટેકઓફ પછી શંકાસ્પદ ટેકનિકલ સમસ્યાને કારણે અમારી એક ફ્લાઇટને દિલ્હી પાછી ફરવી પડી હતી. તેમણે કહ્યું કે નિરીક્ષણ અને મંજૂરી પછી વિમાને નિર્ધારિત કામગીરી ચાલુ રાખી.
હોંગકોંગથી દિલ્હી આવતી ફ્લાઇટ પણ પાછી ફરી
તમને જણાવી દઈએ કે અગાઉ આજે ટાટા ગ્રુપના વિમાનમાં પણ ખામી જોવા મળી હતી. હોંગકોંગથી દિલ્હી આવતી ફ્લાઇટ દરમિયાન પાઇલટને એન્જિનમાં સમસ્યાનો અનુભવ થયો અને એરપોર્ટનો સંપર્ક કર્યા પછી આ ફ્લાઇટને હોંગકોંગ પરત ફરવું પડ્યું. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI315 દરમિયાન વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ તેને અધવચ્ચે જ પરત કરી દેવામાં આવ્યું. જે વિમાનમાં ખામી હતી તે બોઇંગ 787-8 ડ્રીમલાઇનર હતું. જોકે આ ઘટનામાં કોઈ નુકસાનના સમાચાર નથી.
An Air India Express flight from Delhi to Ranchi, scheduled to land at Birsa Munda Airport at 6:20 PM, was diverted back to Delhi.
— ANI (@ANI) June 16, 2025
One of our flights returned to Delhi after takeoff due to a suspected technical issue. Post inspections and clearance, the aircraft continued… pic.twitter.com/F6GcUmRObp






