વડોદરાના છાણી વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના છાણી વિસ્તારના ગોદામાં પેટ્રોલ પંપ પાસે જગદીશ ઠક્કર નામના વ્યક્તિ પર રાત્રે તેના જ પરિવારના સદસ્યોએ અચાનક જીવલેણ હુમલો કર્યો હતો. પરીવારના સભ્યોએ જગદીશ ઠક્કર નામના વ્યક્તિના શરીર પર લાકડી, લોખંડ, વાયર તથા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર પારિવારિક સમસ્યાઓના કારણે હુમલો કરવામાં આવ્યો હતો.
સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
આ હુમલો એટલો ભયાનક હતો કે, જગદીશ ઠક્કરનું શરીર લોહી લુહાણ થઈ ગયું હતું. તેમને ગંભીર ઈજા થતા સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ હુમલો કાન્હા ગ્રુપના ધવલ ઠક્કરે કર્યો હતો. હુમલો કરનાર શખ્સ ગુનાહિત ઇતિહાર ધરાવે છે.






