EPFO 3.0 : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા કરોડો ખાતાધારકો માટે એક મોટા અને રાહતના સમાચાર આપતી જાહેરાત કરવામાં આવી છે. સરકાર PF ઉપાડના નિયમો અને આખી પ્રક્રિયામાં મોટો બદલાવ કરવા જઈ રહી છે. નવા અને આધુનિક 'EPFO 3.0' ટેકનોલોજીકલ અપગ્રેડની તૈયારીઓ હવે છેલ્લા તબક્કામાં છે. આ નવી વ્યવસ્થા લાગુ થયા પછી મુશ્કેલીના સમયે કર્મચારીઓએ પોતાના જ પૈસા મેળવવા માટે અઠવાડિયો સુધી રાહ જોવી નહીં પડે.
ATM અને UPIથી તાત્કાલિક ઉપાડ
EPFO 3.0ની સૌથી મોટી અને મહત્વની સુવિધા એ છે કે હવે કટોકટીના સમયે તરત જ પૈસા ઉપાડી શકાશે. જો કોઈ કર્મચારીને મેડિકલ ઈમરજન્સી, લગ્ન અથવા અન્ય કોઈ ખાસ કામ માટે તાત્કાલિક નાણાંની જરૂર હોય તો તેઓ સીધા જ ATM અથવા UPI એપ્સ દ્વારા પોતાના PF ખાતામાંથી આંશિક રકમ ઉપાડી શકશે. અત્યારની સિસ્ટમમાં પૈસા ખાતામાં આવતા 3થી 15 દિવસ લાગે છે પણ નવી સિસ્ટમ આ કામ સેકન્ડોમાં કરશે.
EPF ખાતામાં નોમિની બદલવો હવે વધુ સરળ: ઘેર બેઠાં મિનિટોમાં પૂરું કરો કામ, જાણો સંપૂર્ણ સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓટો મોડ ક્લેમ
નવી સિસ્ટમ સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને આધુનિક સોફ્ટવેર પર કામ કરશે જેનાથી ક્લેમ રિજેક્ટ થવાનો દર ખૂબ ઘટી જશે. બીમારી, શિક્ષણ કે ઘર માટેના PF ક્લેમ હવે 'ઓટો મોડ' માં પ્રોસેસ થશે. કોમ્પ્યુટર આપમેળે ડેટા ચેક કરશે અને કોઈ અધિકારીની મંજૂરી વગર પૈસા સીધા બેંક ખાતામાં જમા થઈ જશે. આનાથી નામની ભૂલ કે IFSC કોડની નાની ભૂલોને કારણે ક્લેમ રિજેક્ટ થવાની સમસ્યા પૂરી થશે.
નવું ડિજિટલ ઇન્ટરફેસ અને સેન્ટ્રલ સર્વર
EPFO 3.0 હેઠળ માત્ર પાછળનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ મજબૂત નહીં થાય પણ ખાતાધારકો માટે વેબસાઇટ અને ઉમંગ (UMANG) એપ્લિકેશન પણ વધુ સરળ બનાવવામાં આવશે. કર્મચારીઓનો જૂનો અને નવો બધો જ PF ડેટા હવે એક જ સેન્ટ્રલ સર્વર પર ભેગો કરવામાં આવશે.
EPFO ખાતામાં 8.25 ટકા વ્યાજની જમા પ્રક્રિયા શરૂ: પ્રોવિડન્ટ ફંડમાં વ્યાજ જમા થયું કે નહીં? ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન ચેક
ઓટોમેટિક PF ટ્રાન્સફર અને સરળ પાસબુક
આ નવી સેન્ટ્રલ સર્વર સિસ્ટમના કારણે જ્યારે પણ કોઈ કર્મચારી નોકરી બદલશે ત્યારે જૂના PF ખાતાના પૈસા નવા ખાતામાં આપમેળે ટ્રાન્સફર થઈ જશે. આ સિવાય વ્યાજ, કંપનીનું માસિક યોગદાન અને કુલ રકમની માહિતી નવી ઈ-પાસબુકમાં સુંદર ગ્રાફિક્સ સાથે જોવા મળશે જે સમજવામાં ખૂબ જ સરળ રહેશે.
ક્યારે લાગુ થશે આ નવી સિસ્ટમ?
આ નવી આધુનિક ટેકનોલોજીને તબક્કાવાર રીતે લાગુ કરવા માટેનો સમય નક્કી કરી લેવાયો છે. સત્તાવાર માહિતી મુજબ શ્રમ મંત્રાલય અને EPFO હાલ આ નવી સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ ટેસ્ટ કરી રહ્યા છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ભાગમાં અથવા આગામી મહિનાઓમાં આ સિસ્ટમ આખા દેશમાં લાઈવ થઈ શકે છે. શરૂઆતમાં મેડિકલ એડવાન્સ જેવી કટોકટી માટે ATM અને UPIની સુવિધા મળશે અને ત્યારબાદ તેને બીજા ક્લેમ માટે પણ શરૂ કરાશે.





