Home Business Epfo 3 0 Pf Withdrawal Upi Atm Rules Gujarati

નોકરિયાતો માટે મોટા બદલાવની તૈયારી! : PF ઉપાડ બનશે વધુ સરળ, શું રહશે EPFO નો નવો નિયમ?

રૂપિયા
Published by: Chintan Chavda
Last Updated: Jun 11, 2026, 02:10 AM IST

EPFO New Rules: EPFO તેના કરોડો સભ્યો માટે ડિજિટલ સેવાઓમાં મોટો ફેરફાર લાવવાની તૈયારીમાં છે. EPFO 3.0 હેઠળ પ્રોવિડન્ટ ફંડમાંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનવાની શક્યતા છે. અત્યાર સુધી સભ્યોને PF ઉપાડવા માટે ઓનલાઈન ક્લેમ દાખલ કરવો પડે છે અને પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રકમ બેંક ખાતામાં જમા થાય છે. નવી વ્યવસ્થામાં UPI અને UPI-સક્ષમ ATM મારફતે PFની પાત્ર ઉપાડ રકમ સીધી જોડાયેલા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાની સુવિધા મળવાની શક્યતા છે.

EPFO 3.0 શું બદલશે?

EPFO 3.0 મૂળરૂપે ટેક્નોલોજી આધારિત સર્વિસ અપગ્રેડ છે. તેનો હેતુ ક્લેમ પ્રોસેસિંગમાં વિલંબ ઘટાડવો, માનવીય હસ્તક્ષેપ ઓછો કરવો અને સભ્યોને તાત્કાલિક નાણાકીય જરૂરિયાત વખતે ઝડપથી ફંડ ઉપલબ્ધ કરાવવાનો છે. અહેવાલો મુજબ સભ્યો પોતાની પાત્ર ઉપાડ રકમ જોઈ શકશે અને UPI PIN દ્વારા ટ્રાન્ઝેક્શન ઓથેન્ટિકેટ કરી શકશે. જોકે UPI/ATM ઉપાડ માટે અંતિમ નિયમો અને મર્યાદા EPFO દ્વારા સત્તાવાર રીતે જાહેર થવાની બાકી છે.

શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ અગાઉ જણાવ્યું હતું કે આ સુવિધાનું ટેસ્ટિંગ પૂર્ણ થઈ ગયું છે અને તેને ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. પરંતુ 10 જૂન 2026 સુધી EPFO દ્વારા ચોક્કસ લોન્ચ તારીખ જાહેર કરાઈ નથી. એટલે સભ્યોએ હાલ તેને “આવતી સુવિધા” તરીકે જોવી જોઈએ, ચાલુ સેવા તરીકે નહીં.
બે LPG કનેક્શન ધરાવતા લોકો માટે કડક એલર્ટ!: નિયમ તોડશો તો થઈ શકે છે કાર્યવાહી

કેટલો PF ઉપાડી શકાશે?

હાલ મળતી માહિતી મુજબ EPFO 3.0 હેઠળ પાત્રતા અને લાગુ શરતો આધારે સભ્યો EPF બેલેન્સના આશરે 50%થી 75% સુધી ઉપાડ કરી શકે તેવી ચર્ચા છે. પરંતુ આ મર્યાદા અંતિમ નથી. EPFOની સત્તાવાર માર્ગદર્શિકા આવ્યા બાદ જ સ્પષ્ટતા થશે કે કયા હેતુ માટે કેટલો ઉપાડ મંજૂર રહેશે.

EPFO પહેલેથી જ ઓટો-સેટલમેન્ટ તરફ આગળ વધી રહ્યું છે. જૂન 2025 માં EPFOએ એડવાન્સ ક્લેમ માટે ઓટો-સેટલમેન્ટ મર્યાદા ₹1 લાખથી વધારી ₹5 લાખ કરી હતી, જેમાં પાત્ર ક્લેમ ત્રણ દિવસમાં પ્રોસેસ કરવાની વાત કરવામાં આવી હતી. આથી સ્પષ્ટ થાય છે કે સંગઠન ઝડપી અને ડિજિટલ ક્લેમ સિસ્ટમ તરફ આગળ વધી રહ્યું છે.
પેટ્રોલ પછી હવે ડીઝલમાં પણ થશે મોટો ફેરફાર?: મિશ્રણની તૈયારીમાં સરકાર, કરોડો વાહનચાલકો પર પડશે અસર

સભ્યોએ શું ધ્યાનમાં રાખવું?

નવી સુવિધા શરૂ થાય તે પહેલાં સભ્યોએ UAN સક્રિય છે કે નહીં, આધાર લિંક છે કે નહીં, બેંક ખાતું વેરિફાઈડ છે કે નહીં અને KYC સંપૂર્ણ છે કે નહીં તે તપાસવું જરૂરી છે. UPI અથવા ATM આધારિત ઉપાડ સુરક્ષિત રહેશે તો પણ PIN, OTP અને બેંક વિગતો કોઈ સાથે શેર ન કરવી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now